- ખેડૂતોએ મુખ્યપ્રધાનને પત્ર લખીને કરી સહાયની માંગ
- ખેડૂતોએ 100થી 125 વિઘામાં કરી હતી કેળની ખેતી
- તૌકતે વાવાઝોડાના કારણે થયું કેળાના પાકને ભારે નુકસાન
રાજકોટ: થોડા દિવસો પહેલાં જ ગુજરાત પર જે રીતે વાવાઝોડાની આફત આવી હતી તેના પરિણામ સ્વરૂપે વાવાઝોડાએ ગુજરાતના અનેક વિસ્તારો અનેક ઘરો અને અનેક ખેતપેદાશોને ભારે નુકસાન કર્યું છે.
ખેડૂતોને વાવાઝોડાને કારણે ભારે નુકસાન
આવું જ નુકસાન રાજકોટ જિલ્લાના ઉપલેટા પંથકમાં પણ જોવા મળી રહ્યું છે. આ ઉપલેટા પંથકની અંદર બાગાયતી પાક એવા કેળાની ખેતી કરતા ખેડૂતોને વાવાઝોડાને કારણે ભારે નુકસાન થયું છે. ત્યારે વાત કરવામાં આવે તો ઉપલેટા પંથકની અંદર અંદાજીત 100-125 વિઘાની અંદર ખેડૂતોએ કેળની ખેતી કરી હતી જેમાં હાલ ભારે નુકસાની જોવા મળી રહી છે.
ખેડૂતોએ મુખ્યપ્રધાનને પત્ર લખીને કરી સહાયની માંગ આ પણ વાંચો: ખંભાતના રાલજ રોડ પર 10થી વધુ વૃક્ષો ધરાશાયી
મોલને ફેંકી દેવામાં આવ્યો
તાજેતરમાં આવેલા વાવાઝોડાએ આ પંથકમાં કરવામાં આવેલા કેળની ખેતીને જમીનદોસ્ત કરી નાખી છે અને ખેડૂતોએ વાવેલા કેળના છોડ ઢળી પડ્યા છે અને સાથે જ તેમાં આવેલો મોલ પણ ખરી ગયો છે. જેના કારણે ખેડૂતોને આ તમામ છોડ અને મોલને ફેંકી દેવામાં આવી રહ્યો છે.
ખેડૂતોને ગયા વર્ષે પણ ભારે નુકસાન થયું હતું
આ કેળની ખેતી કરતા ખેડૂતોને ગયા વર્ષે પણ ભારે નુકસાન થયું હતું. ખેડૂતોને ગયા વર્ષે નિકાસમાં મહેનતના પ્રમાણમાં વળતર નહોતું મળ્યું તો ક્યાંક ખેડૂતોને નુકસાની કરી અને કેળાનો વિકાસ કરવો પડતો હતો. આ વર્ષે પણ ખેડૂતોએ વાર્ષિક મહેનત અને લાખો રૂપિયાનો ખર્ચ કરી તૈયાર કરેલા મોલને વાવાઝોડાએ તહેસ-નહેસ કરી નાખ્યો છે અને ખેડૂતોને વધુ કર્જદાર અને દેવાદાર બનાવી દીધો છે. તેથી ખેડૂતો હાલ માથે ઓઢીને રોઈ રહ્યા છે.
આ પણ વાંચો: વડોદરા જિલ્લામાં તૌકતે વાવાઝોડાની અસર વર્તાઈ: કમલપુરા ગામે ઉનાળુ પાકમાં નુકસાન થતાં ખેડૂતોએ વળતરની માગ કરી
ખેડૂતોને સરકાર મદદ કરશે તેવી આશા
વાવાઝોડાને કારણે ઉપલેટા પંથકના બાગાયતી પાક એવા કેળની ખેતી કરતા ખેડૂતોને નુકસાની થતા આ ખેડૂતોએ સરકાર પાસે આશાનું કિરણ હોય તેમ ભરોસા સાથે સરકારને પણ લેખિતમાં પત્ર લખી રજૂઆત કરી છે અને ખેડૂતો પણ જણાવે છે કે, ગુજરાત સરકાર સંવેદનશીલ સરકાર છે ત્યારે આ સરકાર નુકસાની સામે સંવેદના દાખવી અને યોગ્ય વળતર ચૂકવશે તેવી આશા સાથે મુખ્યપ્રધાનને પત્ર લખી અને તાત્કાલિક સર્વે કરાવી અને વળતર ચૂકવવામાં આવે તેવી આશા સાથે સરકાર પાસે સહાયની પણ માંગ કરી છે.