- રાજકોટના 34 ગામોના ખેડૂતોને દિવસે વીજળી મળશે
- કિસાન સૂર્યોદય યોજના હેઠળ તાલુકાના ગામો આવરાયાં
- સૌરાષ્ટ્રના ગામડાઓમાં સાવજોને લઈને કૃષિપ્રધાન આર.સી. ફળદુનું નિવેદન
કિસાન સૂર્યોદય યોજના તાલુકાના 34 ગામોના ખેડૂતોને દિવસે વીજળી મળશે
રાજકોટ બેડી માર્કેટ યાર્ડ ખાતે કિસાન સૂર્યોદય યોજના કાર્યક્રમ યોજાયો હતો. કૃષિપ્રધાન આર.સી.ફળદુ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતાં. રાજકોટ તાલુકાના 34 ગામોના ખેડૂતોને દિવસે વીજળી મળશે. રાજકોટ બેડી માર્કટિગ યાર્ડમાં કિસાન સૂર્યોદય યોજના કાર્યક્રમમાં સાંસદ મોહન કુંડારીયા,પૂર્વપ્રધાન ડો.વલ્લભ કથીરિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.
કિસાન સૂર્યોદય યોજના તાલુકાના 34 ગામોના ખેડૂતોને દિવસે વીજળી મળશે
રાજકોટઃ સૌરાષ્ટ્રના ગામડાઓમાં સાવજોને લઈને કૃષિપ્રધાન આર.સી ફળદુનું નિવેદન આપ્યું હતું. વનપ્રધાન ગણપત વસાવાને હું જાણ કરીશ. સાવજો સૌરાષ્ટ્રના ખેડૂતોનો તાજ છે. સિંહ પીસફુલ પ્રાણી છે. અમને કોઈ ખેડૂતોની ફરિયાદ મળી નથી..
- પૂર્વ મુખ્યપ્રધાન માધવસિંહ સોલંકીના નિધનનો રાજકીય શોક જાહેર છતાં રાજકોટમાં યોજયો કાર્યક્રમ
પૂર્વ મુખ્યપ્રધાન માધવસિંહ સોલંકીના નિધન બાદ રાજકીય શોક જાહેર કરાયો છે. રાજકીય શોક જાહેર કરાયો હોવા છતાં રાજકોટમાં કિસાન સૂર્યોદય યોજના કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જ્યારે તે કાર્યક્રમમાં કૃષિ પ્રધાન આર.સી.ફળદુની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો.