ગુજરાત

gujarat

ETV Bharat / city

ખેડૂતોએ પોતાના બળદગાડા અને ખેતરોમાં લહેરાવ્યા ત્રિરંગાઓ - આઝાદી કા અમૃત મહોત્સવ

સમગ્ર દેશમાં સરકાર દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ Azadi Ka Amrit Mahotsav અંતર્ગત હર ઘર તિરંગા અભિયાન Har Ghar Tiranga Campaign 13 થી લઈને 15 ઓગસ્ટ સુધી શરૂ કરાયું છે. જેમાં ખેડૂતોએ પોતાના બળદ ગાડામાં તેમજ ખેતરમાં તિરંગાઓ લહેરાવ્યા હતા.

ખેડૂતોએ પોતાના બળદગાડા અને ખેતરોમાં લહેરાવ્યા ત્રિરંગાઓ
ખેડૂતોએ પોતાના બળદગાડા અને ખેતરોમાં લહેરાવ્યા ત્રિરંગાઓ

By

Published : Aug 14, 2022, 1:46 PM IST

રાજકોટસૌરાષ્ટ્રના જગ વિખ્યાત યાત્રાધામ વિરપુરમાં ખેડૂતોએ પણ સરકારના હર ઘર તિરંગા અભિયાનમાં Har Ghar Tiranga જોડાયા હતા. જેમાં આ ખેડૂતોએ પોતાના બળદ ગાડામાં તેમજ ખેતરોમાં વાવેલાં પાક વચ્ચે ભારત માતા કી જય અને વંદે માતરમના દેશ ભક્તિના નારાઓ સાથે દેશની આન, બાન, શાન એવા તિરંગાઓ લહેરાવ્યા હતા.

ખેડૂતોએ પોતાના બળદગાડા અને ખેતરોમાં લહેરાવ્યા ત્રિરંગાઓ

આ પણ વાંચોSDRF દ્વારા ડેમ ખાતે બોટિંગ તથા સ્વિમિંગ કરી તિરંગો લહેરાવ્યો

ખેડૂતોએ બળદ ગાડામાં તેમજ ખેતરમાં તિરંગાઓ લહેરાવ્યા : આ કાર્યક્રમને લઈને સમગ્ર દેશભરમાં દેશની આન, બાન, શાન ગણાતા તિરંગાને સરકારી ઓફિસોથી લઈને ખાનગી ઓફિસો તેમજ લોકો પોતાના ઘર, એપારટમેન્ટમાં લહેરાવી રહ્યા છે, ત્યારે આ સાથે અનેક સંસ્થાઓ તેમજ શિક્ષકો, વિદ્યાર્થીઓ દ્વારા તિરંગા રેલીઓ યોજી હર ઘર તિરંગા અભિયાનમાં જોડાઈ રહ્યા છે. આ દેશ પ્રેમ અને તિરંગો સાથે ખેડૂતોએ જણાવ્યું હતું કે, સમગ્ર દેશના લોકો જ્યારે હર ઘર તિરંગા અભિયાનમાં જોડાય રહ્યા છે. ત્યારે અમે કિશાનો પણ આ અભિયાન અંતર્ગત જોડાઈને તિરંગા લહેરાવ્યો હતો.

આ પણ વાંચોદ્વારકા જિલ્લામાં મોટી સંખ્યમાં લોકો તિરંગા યાત્રામાં જોડાયા

તિરંગાનું સન્માન જાળવવુ જોઈએવીરપુર જલારામના આ ખેડૂતોએ સમગ્ર દેશના લોકોને અપીલ સાથે સંદેશો પણ આપ્યો છે કે, તમે પણ તમારા વિસ્તારમાં તિરંગો લહેરાવી તેમનું સન્માન જાળવી રાખો અને સાથે જ જ્યારે પણ તિરંગો લહેરાવો ત્યારે તે તિરંગાનું અપમાન ન થાય અને તે તિરંગાની શાન જળવાય તે રીતે લહેરાવો જોઈએ અને તેમનું સન્માન જાળવવુ જોઈએ તેવું જણાવ્યું છે.

ખેડૂતોએ પોતાના બળદગાડા અને ખેતરોમાં લહેરાવ્યા ત્રિરંગાઓ

ABOUT THE AUTHOR

...view details