ગુજરાત

gujarat

ETV Bharat / city

લોકોને છેતરતા અને ખેડૂતોનો શિકાર કરવા શું કરતી હતી આ ગોંડલની ગેંગ? - જેતપુર ચોકડી સાંઢિયા પુલ

રોકડ રકમ લઈને ફરતા લોકો અને ખેડૂતો કે જે પોતાનો માલ વેચીને રોકડ રકમ(Loot of cash by Gang) સાથે નીકળતા હોય છે. તેવા લોકો માટે લાલ બત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. જેમાં રોકડ રકમ લઈને નીકળનારા લોકોને ટાર્ગેટ કરતા એક ગેંગ ઝડપાઈ છે.

લોકોને છેતરતા અને ખેડૂતોનો શિકાર કરવા શું કરતી હતી આ ગોંડલની ગેંગ?
લોકોને છેતરતા અને ખેડૂતોનો શિકાર કરવા શું કરતી હતી આ ગોંડલની ગેંગ?

By

Published : May 23, 2022, 8:55 PM IST

રાજકોટ: ખેડૂતોને ટાર્ગેટ કરતા એક ગેંગ ઝડપી લેવામાં આવી છે.રાજુલાનાં 5 શખ્સની ગેંગને ગોંડલ પોલીસે રોકડ રકમ સાથે ઝડપી લેવાઈ રાજકોટના ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં(Gondal Marketing Yard) સૌરાષ્ટ્રભરમાંથી ખેડૂતો(Farmers from all over Saurashtra) પોતાની જણસ વેચવા આવતા હોય છે. ત્યારે પોતાનો માલ વેચીને ખેડૂતો વધારે પડતા રોકડ રકમ સાથે બહાર નીકળતા હોય છે. આ રોકડ રકમ લઈને જ્યારે તેઓ જતા હોય છે, તેમના પર એક ગેંગ દ્વારા નજર રખાતી હતી. જ્યારે આવા ખેડૂતો નીકળતા હોય છે. તે વખતે તેમને ધ્યાનમાં રાખીને ખેડૂતોને ટાર્ગેટ(Gang Targeted Farmers for Cash) કરતા એક ગેંગ ઝડપી લેવામાં આવી છે. જેમાં રાજુલાનાં 5 શખ્સની ગેંગને ગોંડલ પોલીસે(Gondal Police) રોકડ રકમ સાથે ઝડપી લઈને સમગ્ર બાબતે વધુ પુછતાછ અને ઊંડાણપૂર્વક તપાસ માટેની કાર્યવાહી હાથ ધરી છે.

:રોકડ રકમ લઈને ફરતા લોકો અને ખેડૂતો કે જેઓ પોતાનો માલ વેચીને રોકડ રકમ સાથે નીકળતા હોઈ છે તેવા લોકો માટે લાલ બત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે જેમાં રોકડ રકમ લઈને નીકળનારા લોકોને ટાર્ગેટ કરતી એક ગેંગ ઝડપાઈ છે

આ પણ વાંચો:ગુજરાતની મહિલા ગેંગ આ રાજ્યમાં વાહન ચાલકો પાસે કરતી હતી આવી માગણી...

લોકોને છેતરતા અને પોતાનો શિકાર બનાવતા વ્યક્તિઓને ઝડપવા માટે તજવીજ હાથ ધરી હતી -ગોંડલ યાર્ડમાં પેઢી ધરાવતા જયેશ ગોંડલીયા, સોમનાથ જિલ્લામાં રહેતા ભરત નંદાણીયાને ગોંડલ યાર્ડની બહાર લિફ્ટ આપવાના બહાને ગાડીમાં બેસાડી નજર ચૂકવી રોકડ રકમની ચોરી થયા અંગેની ગોંડલ પોલીસમાં ફરિયાદ નોંધાતા ગોંડલ સિટી PI સંગાડા, હેડ કોન્સ્ટેબલ કુલદીપસિંહ રાઠોડ સહિતનાઓએ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા અને લોકોને છેતરતા અને પોતાનો શિકાર બનાવતા વ્યક્તિઓને ઝડપવા માટે તજવીજ હાથ ધરી હતી જેમાં પોલીસે બાતમીના આધારે આ ગેંગના પાંચ વ્યક્તિઓને ઝડપી લીધા છે.

જેતપુર ચોકડી સાંઢિયા પુલ પાસે કાર અને રોકડ રકમ સાથે ઝડપાયેલા - ગોંડલ પોલીસ આ ઘટના અંગેની તપાસમાં અને કામગીરીમાં હતા ત્યારે આ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે, રાજુલા ગામે તત્વ જ્યોતિ મંદિર(Tatva Jyoti Mandir in Rajula ) પાસે રહેતા રવિ શાંતિ ચૌહાણ, કરણ ખીમા સોલંકી, આકાશ ઉર્ફે ગેરવો જેન્તી સોરઠીયા, જયંતિ ઉર્ફે કાળુ ગોરધન સોલંકી તેમજ હરેશ લાભુ ચૌહાણ ફરીથી શિકારની તલાશમાં ગોંડલ તરફ આવી રહ્યા હોય તેવી બાતમી મળતા પોલીસે જેતપુર ચોકડી સાંઢિયા પુલ(Jetpur Chokdi Sandhiya Bridge) પાસે કાર સાથે પાંચેય આરોપીને રોકડ રકમ, ગાડી કુલ મુદ્દામાલ રૂ. 2,94,000 સાથે પકડી પાડી કાર્યવાહી કરી હતી.

આ પણ વાંચો:Honeytrap Gang in Rajkot : રાજકોટમાં લોકોને ફસાવવા આ ગુનેગાર ગેંગે શું કર્યું?

રોકડ રકમ લઈને ફરતા લોકો માટે લાલ બત્તી સમાન કિસ્સો -રાજકોટના ગોંડલમાં બનેલી આ બનાવ રોકડ રકમ લઈને ફરતા લોકો માટે લાલ બત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે જેમાં ખેડૂતોએ અને રોકડ રકમ લઈને ફરતા લોકોએ આ પ્રકારની ભૂલો ના કરવી જોઈએ તેવું જણાઈ આવે છે ત્યારે આ બનાવ બાદ પોલીસે હાલ પાંચ વ્યક્તિઓને ઝડપી લીધા છે અને સમગ્ર બાબતે વધુ પુછતાછ અને તપાસ શરૂ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details