- પાકિસ્તાનની જેલમાં ભારતના 558 કેદીઓ બંધ
- 295 જેટલા ભારતીય માછીમારોની નાગરિકતા પણ નક્કી
- ભારત દ્વારા પાકિસ્તાનની 300થી વધુ બોટ પકડવામાં આવી
રાજકોટ: હાલમાં પાકિસ્તાનની જેલમાં ભારતના 558 જેટલા કેદીઓ બંધ છે. જેને 15મી ઓગષ્ટના દિવસે છોડાવવા માટેની માગ ભારત સરકાર પાસે આ માછીમારોના પરિવારજનો દ્વારા કરવામાં આવી છે. વિશ્વમાં છેલ્લા દોઢ વર્ષ કરતા વધુથી કોરોનાની મહામારી શરૂ છે. એવામાં પાકિસ્તાનમાં બંધ ભારતીય માછીમારો કેવી પરિસ્થિતિમાં છે તેમજ તેમને કોરોના દરમિયાન કંઈ થયું છે કે નહીં અને તેઓ ખરેખરમાં જીવિત છે કે નહીં એ તમામ બાબતોને લઈને ભારતીય માછીમારોના પરિવારજનો ખૂબ જ ચિંતિત છે. જેઓ દ્વારા આગામી 15મી ઓગસ્ટના દિવસે બન્ને દેશોની સરકાર દ્વારા પોતપોતાના દેશના માછીમારોને છોડવાની માંગણી કરી રહ્યા છે.
માછીમારોને છોડાવવાની પરિવારજનોએ કરી માગ ભારતના 558 માછીમારો પાકિસ્તાનમાં બંધ
હાલમાં પાકિસ્તાનની જેલમાં બહારના અંદાજીત 558 જેટલા માછીમારો બંધ હાલતમાં છે. જેમાંથી 295 જેટલા ભારતીય માછીમારોની નાગરિકતા પણ નક્કી થઈ ગઈ છે. આ માછીમારોમાં મોટાભાગના માછીમારો છેલ્લા અઢી કે ત્રણ વર્ષથી પાકિસ્તાનની જેલમાં બંધ છે. જેઓના પરિવારજનો દ્વારા આ અંગે વારંવાર કેન્દ્ર સરકારને રજૂઆત કરી ચુક્યા છે, છતાં પણ હજુ આ ભારતીય માછીમારોને છોડવામાં આવ્યા નથી. જેને લઈને તેમના પરિવારજનો ખૂબ જ મુશ્કેલીમાં મુકાયા છે. આવી જ રીતે પાકિસ્તાનના પણ 74 જેટલા માછીમારો ભારતની જેલમાં બંધ છે. જેને આગામી 15મી ઓગસ્ટના દિવસે જેલમાંથી મુક્ત કરવામાં આવે તેવી માગ માછીમારોના પરિવારો દ્વારા કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો- જૂનાગઢના સાંસદે પાકિસ્તાનની જેલમાં બંધ માછીમારોને મુક્ત કરવા અમિત શાહને કરી રજૂઆત
પાકિસ્તાને ભારતીય માછીમારો સાથે 1,200થી વધુ બોટ પકડી
પાકિસ્તાન દ્વારા ભારતના 558 ભારતીય માછીમારો અત્યાર સુધીમાં કુલ 1,200થી વધુ બોટ પકડી છે. જ્યારે વર્ષ 2015માં પાકિસ્તાન દ્વારા ભારતની 57 જેટલી બોટ છોડી હતી અને 22 બોટ છોડવાની ખાતરી પણ આપી હતી. જ્યારે તે હજુ સુધી છોડવામાં આવી નથી. જ્યારે આ ભારતીય બોટને પણ છોડવાની માગ કરવામાં આવી છે. આવી જ રીતે ભારત દ્વારા પાકિસ્તાનની 300થી વધુ બોટ પકડવામાં આવી છે.
પાકિસ્તાન જેલમાં બંધ પતિના પત્ર પણ હવે નથી મળતા: હીરા ચાવડા
ગિરસોમનાથ જિલ્લાના કોટડા ગામના વતની એવા હીરા દિપક ચાવડા નામની મહિલાએ ઈટીવી ભારત સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મારા પતિ હાલ પાકિસ્તાનની જેલમાં બંધ છે વર્ષ 2019માં તેમની સાથે પત્ર વ્યવહાર થતો હતો પરંતુ છેલ્લા 2 વર્ષથી હવે કોરોના આવતા હવે પત્ર વ્યવહાર પણ બંધ થયો છે. અમે માછીમારોને છોડવવા માટે ગૃહપ્રધાન અમિત શાહ અને વડાપ્રધાન મોદી સુધી રજુઆત કરી છે છતાં હજુ સુધી આ મામલે કોઇ સમાધાન થયું નથી. જ્યારે મારા પતિને 6 મહિનાની જેલ હતી અને હવે બે વર્ષ કરતા વધુ સમયથી તે જેલમાં બંધ છે. જ્યારે અમારા ગિરસોમનાથ જિલ્લાના અંદાજીત 300 જેટલા માછીમારો પાકિસ્તાનમાં બંધ છે.
છોકરાઓ પૂછે છે કે પપ્પા ક્યારે આવશે: ધર્મિષ્ઠા સોલંકી
જ્યારે દિવના વણાંકબારાના વતની એવા ધર્મિષ્ઠા હરજીવન ભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે મારા પતિ છેલ્લા હે વર્ષથી પાકિસ્તાનમાં બંધ છે. તેમજ મારા નાના નાના છોકરાવ છે જ્યારે મારે પણ ઓપરેશન કરાવવાનું છે હાલમાં પતિ જેલમાં બંધ હોવાના કારણે મારે ઘર ચલાવવુ મુશ્કેલ બન્યું છે. જ્યારે મારા છોકરાવ પણ પૂછે કે પપ્પા ક્યાં છે. મોદી સરકાર ગરીબોની સરકાર છે તો અમારા પતિને કેમ છોડાવી શકતી નથી. જ્યારે 15મી ઓગસ્ટના દિવસે ભારત દેશ આઝાદી ઉજવશે તો અમારા પતિઓને ઓન આઝાદ કરવામાં આવે.