ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજકોટ સિવિલ હોસ્પિટલમાંથી નકલી IPS અધિકારી ઝડપાયો

કોરોનાની મહામારી વચ્ચે જ્યારે સારવાર માટે બેડ ઓછા પડી રહ્યા છે ત્યારે ઝડપીવ સારવાર મેળવવા માટે રાજકોટના સંકેત રાજકુમાર મહેતાએ નકલી IPS ઓફિસરનું નકલી ID કાર્ડ બનાવી સિવિલ હોસ્પિટલ તંત્રને છેતરવાનો પ્રયાસ કર્યો હતો.

રાજકોટ
રાજકોટ

By

Published : Apr 11, 2021, 1:36 PM IST

  • કોવિડ કંટ્રોલ રૂમ ખાતે કામ કરતો હતો શખ્સ
  • રાજકોટ ક્રાઇમબ્રાન્ચની ટીમે કરી શખ્સની ધરપકડ
  • 24 વર્ષના સંકેત રાજકુમાર મહેતાએ બનાવ્યો નકલી કાર્ડ

રાજકોટઃ રાજકોટ ક્રાઇમબ્રાન્ચે એક નકલી IPS અધિકારીને ઝડપી પાડ્યો છે. શખ્સ સિવિલ હોસ્પિટલમાં ઉભા કરવામાં આવેલા કોવિડ કંટ્રોલ રૂમ ખાતે કામ કરતા કર્મચારીઓએ પોતે IPS અધિકારી હોવાની ઓળખ આપતો હતો અને બોગસ આઈકાર્ડ પણ દેખાડતો હતો. જે અંગેની જાણ રાજકોટ ક્રાઇમબ્રાન્ચને થતા ક્રાઇમબ્રાન્ચની ટીમ દ્વારા આ શખ્સની ધરપકડ કરવામાં આવી હતી અને તેના વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથધરી છે. ઝડપાયેલા નકલી IPS ઓફિસરનું નામ સંકેત રાજકુમાર મહેતા છે અને તેની ઉંમર 24 વર્ષની છે.

નકલી ID કાર્ડ
નકલી ID કાર્ડ

આ પણ વાંચો: રાજકોટ ક્રાઇમબ્રાન્ચે રૂપિયા 36,00,000ની રદ્દ થયેલી ચલણી નોટો સાથે 3 શખ્સોને ઝડપી લીધા

કોરોનાની સારવાર માટે લાઈનમાં ઉભું ન રહેવું પડે તે માટે બન્યો નકલી IPS

રાજકોટ ક્રાઇમબ્રાન્ચે આ શખ્સની વધુ પૂછપરછ કરતા સામે આવ્યું છે કે, તે જામનગર સ્થિત નેસલે ઇન્ડિયા કંપનીમાં ન્યુટ્રીશન ઓફિસર તરીકે નોકરી કરે છે અને રાજકોટ હોસ્પિટલમાં પોતાના બનેવીના કાકા કોરોનાની સારવાર લઈ રહ્યા હોવાથી અહીં હોસ્પિટલમાં દર્દીઓની લાંબી લાઈનો હોય જેને લઈને લાઈનમાં ઉભું રહેવું ન પડે અને સમયસર સારવાર મળે તે માટે ઓનલાઈન લેપટોપમાં નકલી IPS અધિકારીનું આઈ કાર્ડ બનાવ્યું હતું અને છેલ્લા ચાર દિવસથી આ આઈકાર્ડનો ઉપયોગ તે કોવિડ કંટ્રોલ રૂમ ખાતે કામ કરતા સ્ટાફ સામે કરતો હતો. જેને ક્રાઇમબ્રાન્ચે ઝડપી પાડ્યો હતો અને તેના વિરુદ્ધ વધુ કાર્યવાહી હાથધરી છે.

આ પણ વાંચો:રાજકોટ ક્રાઇમબ્રાન્ચે 22 જેટલા ગુનાઓ આચરનાર ઇસમોની કરી ધરપકડ

ABOUT THE AUTHOR

...view details