ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજકોટમાં અમેરિકન નાગરિકોને લૂંટતું નકલી કોલ સેન્ટર ઝડપાયું, 4 આરોપીની ધરપકડ - છેતરપિંડી

રાજકોટમાં પોલીસે નકલી કોલ સેન્ટર ઝડપી પાડ્યું છે. જ્યારે આ કોલ સેન્ટર ચલાવતા ચાર વ્યક્તિની પણ પોલીસે ધરપકડ કરી છે. આરોપીઓ રાજકોટ બેઠા-બેઠા અમેરિકન નાગરિકોને કોલ કરી લોન અપાવી દેવાની લાલચ આપતા હતા. ત્યારે શહેર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે છેતરપિંડી કરનારી આ ગેંગના ચાર આરોપીની ધરપકડ કરી છે. આરોપીઓ સોશિયલ સિક્યોરિટી નંબરના છેલ્લા ચાર આંકડાનો નંબર મેળવી ખાનગી વેબસાઈટ પર જઈને ગિફ્ટ વાઉચર ખરીદી અનેક અમેરિકન નાગરિકો સાથે છેતરપિંડી કરી હજારો ડોલર પડાવી લીધાનું બહાર આવ્યું છે.

રાજકોટમાં અમેરિકન નાગરિકોને લૂંટતું નકલી કોલ સેન્ટર ઝડપાયું, 4 આરોપીની ધરપકડ
રાજકોટમાં અમેરિકન નાગરિકોને લૂંટતું નકલી કોલ સેન્ટર ઝડપાયું, 4 આરોપીની ધરપકડ

By

Published : Jan 28, 2021, 2:27 PM IST

  • રાજકોટમાં બેઠા બેઠા અમેરિકન નાગરિકોને ચૂનો લગાવતા 4 આરોપી ઝડપાયા
  • ચારેય આરોપી રાજકોટમાં જ નકલી કોલ સેન્ટર ચલાવી અમેરિકનોને છેતરતા
  • ખાનગી વેબસાઈટ પર જઈને ગિફ્ટ વાઉચર ખરીદી અનેક લોકોને છેતર્યા
  • અત્યાર સુધી હજારો ડોલર પડાવી અનેક લોકો સાથે આરોપીઓએ કરી છે છેતરપિંડી
  • અમેરિકન નાગરિકો પર્સનલ વિગતો વેરિફાય કરે ત્યારબાદ ફોન પર જ તેમને છેતરતા


રાજકોટઃ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા થોડા દિવસો પહેલા કોલ સેન્ટરના માધ્યમથી લોકો સાથે છેતરપિંડી કરનારી 7 આરોપીઓની ધરપકડ કરી હતી. આરોપીઓ અમેરિકન નાગરિકોના મોબાઈલ નંબર તેમ જ ડેટા મેળવી સ્ક્રિપ્ટ બનાવીને અમેરિકન નાગરિકોને પર્સનલ વિગતની વેરિફાય કરી ત્યાર બાદ ફોન પર છેતરપિંડી કરતા હતા. અમેરિકામાં લોન લેવા ઈચ્છુક અમેરિકન નાગરિકોને મોબાઈલ એપ્લિકેશન મારફતે ઈન્ટરનેટની મદદથી કોલિંગ મેસેજ કરતા હતા. અમેરિકન નાગરિકોને કોલ કરી લોન અપાવી દેવાની લાલચ આપતા હતા અને છેતરપિંડી કરતા હતા. અમેરિકન નાગરિકો સાથે લોનના નામે છેતરપીંડી કરતા આરોપીની ધડપકડ કરી યુપી અને બિહારના શખ્સો અમદાવાદ બાદ રાજકોટ આવી ચલાવતા હતા

ખાનગી વેબસાઈટ પર જઈને ગિફ્ટ વાઉચર ખરીદી અનેક લોકોને છેતર્યા

ઘણા સમયથી આ આરોપીઓ આ કોલસેન્ટર ચલાવતા હતા

ક્રાઈમ બ્રાન્ચે ચારેય આરોપીઓના ધડપકડ કરી છે. વધુ તપાસ માટે રિમાન્ડ દરમિયાન આરોપીઓની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવશે. તપાસમાં હજુ કેટલા લોકો સંડોવાયેલા છે. કેટલાક સમયથી કોલ સેન્ટર ચલાવતા હતા. તે તપાસમા બહાર આવશે ત્યારે આરોપી પાસેથી લેપટોપ મોબાઈલ ફોન કબજે કરીને તેના દ્વારા વધુ તપાસ કરશે. તમામ આરોપીઓ અંગ્રેજી માધ્યમમાં ભણ્યા હોવાથી તેઓ આસાનીથી અંગ્રેજી બોલી શકતા હતા. એટલે તેમણે અમેરિકન નાગરિકોને છેતરવાનો કારસો ઘડ્યો હતો.

પોલીસે આ આરોપીની કરી ધરપકડ

  • મનોજ સત્યરામ શર્મા (માસ્ટર માઈન્ડ)
  • રતન શત્રુઘનભાઈ કરન
  • વિક્કી સંજયભાઈ સીંગ
  • સાહિલ અરવિંદભાઈ ઓડ

ABOUT THE AUTHOR

...view details