- કેન્દ્રીય બજેટમાં તમામ લોકોની મીટ મંડરાયેલી છે
- બજેટથી શેરબજારમાં રોકાણકારોને ઘણી આશા
- બજેટમાં નાના રોકાણકારો પર ધ્યાન આપવું જોઈએ
રાજકોટઃ કેન્દ્રીય બજેટ આવી રહ્યું છે. જેને લઈને ETV BHARAT દ્વારા રાજકોટ મારવાડી શેર એન્ડ ફાઈનાન્સના રિસર્ચ એડવાઇઝરી હેડ કૃષ્ણદાસ ગોંડલીયા સાથે વાતચીત કરવામાં આવી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, સરકાર દ્વારા ઇન્કમટેક્સ એટલે કે કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો કરવામાં આવ્યો છે. આવી જ રીતે ઇન્ડિવિડ્યુઅલ ઇન્કમ ટેક્સના સ્લેબની અંદર કોઈ ઘટાડો કરવામાં આવ્યો નથી, ત્યારે આ બજેટમાં નાના રોકાણકારો પર ખૂબ જ ધ્યાન આપવું જોઈએ. આ સાથે જ નાના ટેક્સ પેયરને બજેટમાં કોઈપણ પ્રકારે રાહત આપવામાં આવશે, તો રોકાણકારો પણ ખુશ થઈ શકશે.