- રાજકોટના નવ નિયુક્ત કલેક્ટર સાથે ETV BHARATની ખાસ વાતચીત
- કોરોનાની ત્રીજી લહેરની આશંકા વચ્ચે આરોગ્ય સેવાને આપશે પ્રથમિકતા
- મોટા પ્રમાણમાં વેક્સિનેશન થાય તે માટે વહીવટી તંત્ર સજ્જ - અરૂણ મહેશ બાબુ
રાજકોટ: તાજેતરમાં જ રાજ્યના મોટાભાગના જિલ્લાઓના IAS અધિકારીઓની અરસપરસ બદલી થઇ છે. જ્યારે રાજકોટ જિલ્લા કલેક્ટર તરીકે અરુણ મહેશ બાબુએ પોતાનો ચાર્જ વિધિવત રીતે સંભાળી લીધો છે. ત્યારે રાજકોટના નવનિયુક્ત કલેકટર અરુણ મહેશ બાબુ સાથે ETV BHARATAએ ખાસ વાતચીત કરી હતી. જેમાં અરુણ મહેશ બાબુએ રાજકોટમાં પ્રથમ પ્રાયોરિટી વેક્સિનેશન અભિયાનને આપવાની વાત કરી છે. આ સાથે Rajkot AIIMS પ્રોજેક્ટ અને હીરાસર એરપોર્ટ ( Hirasar Airport )ની કામગીરી અંગે પણ ચર્ચા કરી હતી. રાજકોટ શહેર અને જિલ્લામાં મોટા પ્રમાણમાં વેક્સિનેશન થાય તે માટે વહીવટી તંત્ર સજ્જ છે. તેમજ કોરોનાની ત્રીજી લહેર (The third wave of the corona)સામે લડવા માટેની પણ તૈયારી તેમણે દર્શાવી છે.
વેક્સિનેશન ઓછું ત્યાં ડ્રાઇવ યોજવામાં આવશે
રાજકોટ જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુએ તાલુકાઓમાં વેક્સિનેશન ઓછા પ્રમાણમાં થઈ રહ્યું છે. આ અંગે અરુણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે, તાજેતરમાં જ રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી, SP સહિતના તાલુકાના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. તેમજ જે તાલુકામાં કોરોના વેક્સિનેશનનું પ્રમાણ ઓછું છે, ત્યાં ડ્રાઇવ યોજવામાં આવશે. આમ આ તાલુકાઓમાં વધુમાં વધુ લોકો કોરોના વેક્સિન લે તેવા પ્રયત્ન રહેશે, જે માટે રોજકોટ પોલીસ તંત્રનો પણ સહયોગ લેવામાં આવશે. આ સાથે ગ્રામ્ય વિસ્તારમાં કોરોના અંગે ફેલાયેલી અંધશ્રદ્ધાને દૂર કરવાની કામગીરી કરવામાં આવશે.
Rajkot AIIMS અને Hirasar Airport પ્રોજેક્ટ પર વિશેષ ભાર અપાશે
રાજકોટમાં હાલ બે નેશનલ લેવલના પ્રોજેક્ટ પ્રગતિમાં છે. જેમાં રાજકોટ એઇમ્સ ( Rajkot AIIMS ) અને રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ( Rajkot International Airport)નો સમાવેશ થાય છે. આ બન્ને પ્રોજેક્ટ પર કામગીરી શરૂ છે. રાજકોટ જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુએ આ અંગે જણાવ્યું હતું કે, આપણે આ બન્ને પ્રોજેક્ટ સહિતના જે પણ નેશનલ પ્રોજેક્ટ છે, તે તમામ પર વિશેષ ધ્યાન આપવામાં આવશે. આ પ્રોજેક્ટ અંગેની બેઠકો પણ યોજાશે. આગામી દિવસોમાં આ પ્રોજેક્ટની ફિલ્ડ વિઝિટ પણ કરીશું અને વહેલીતકે આ પ્રોજેક્ટની કામગીરી પૂર્ણ થાય, તે દિશામાં પ્રયાસો હાથ ધરવામાં આવશે.