ગુજરાત

gujarat

ETV Bharat / city

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા યોજાનાર પરીક્ષા હાલ મોકૂફ રખાઇ

કેન્દ્ર દ્વારા સીબીએસસી બોર્ડ પરીક્ષા રદ થયાં બાદ દરેક સંસ્થા દ્વારા આગોતરી તમામ તૈયારીઓ છતાં પરીક્ષાઓ મોકૂફ રાખવાની કે રદ કરવાની હોડ લાગી છે. આ શ્રેણીમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ પણ 15 જૂનથી શરુ થનારી તમામ પરીક્ષાઓ મોકૂફ રાખવાની જાહેરાત કરી દીધી છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા યોજાનાર પરીક્ષા હાલ મોકૂફ રખાઇ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા યોજાનાર પરીક્ષા હાલ મોકૂફ રખાઇ

By

Published : Jun 5, 2021, 1:49 PM IST

  • સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ પરીક્ષાઓ મોકૂફ રાખી
  • 15 જૂનથી લેવાનારી હતી પરીક્ષાઓ
  • આગામી દિવસોમાં પરીક્ષાઓની નવી તારીખો જાહેર કરવામાં આવશે



રાજકોટઃ તાજેતરમાં જ કેન્દ્ર સરકાર દ્વારા સીબીએસસી ધોરણ 12ની બોર્ડની પરીક્ષા રદ કરી છે. ત્યારે ગુજરાતમાં પણ ધોરણ 12ની તમામ પ્રવાહોની પરીક્ષા રાજ્ય સરકાર દ્વારા રદ કરવામાં આવી હતી, પરંતુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આગામી દિવસોમાં એટલે કે 15 જૂનથી વિવિધ અભ્યાસક્રમોની પરીક્ષા શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. જ્યારે ધોરણ 12ની પરીક્ષાઓ રદ કરવાનો નિર્ણય રાજ્ય સરકારે લીધો છે. તેને પગલે આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પણ આગામી દિવસોમાં યોજાનાર પરીક્ષાઓને હાલ પૂરતી મોકૂફ રાખેલ છે.

આ પણ વાંચોઃ વિશ્વ પર્યાવરણ દિવસ પર મળો 13000 તુલસીના છોડનું નિઃશુલ્ક વિતરણ કરનાર 'તુલસીભાભી' ને.

કુલપતિ દ્વારા નિર્ણય જાહેર કરવામાં આવ્યો

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા 15 જૂને તેમજ 21 જૂનથી વિવિધ અભ્યાસક્રમની પરીક્ષા યોજવાની તૈયારીઓ પણ કરી લીધી હતી, પરંતુ રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં ધોરણ 12ની બોર્ડની પરીક્ષા રદ કરવામાં આવી છે. જેને પગલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પણ આગામી દિવસોમાં યોજાનાર પરીક્ષાઓને રદ કરી હતી. તેમજ કોરોનાની કપરી પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓનું હિત ન જોખમાય તે માટે આ નિર્ણય જાહેર કરવામાં આવ્યો હતો. જ્યારે હવે આગામી દિવસોમાં પરીક્ષાઓની નવી તારીખો જાહેર કરવામાં આવશે તેવું કુલપતિ દ્વારા જણાવવામાં આવ્યું છે, પરંતુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા 15 જૂને લેવાના પરીક્ષા રદ કરવામાં આવતાં વિદ્યાર્થીઓ પણ મુશ્કેલીમાં મુકાયા હતાં.

આ પણ વાંચોઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિવિધ અભ્યાસક્રમોની આગામી 20 જૂનથી પરીક્ષા યોજાશે

ABOUT THE AUTHOR

...view details