ગુજરાત

gujarat

ETV Bharat / city

Rajkot: વેક્સિનેશન કેન્દ્ર પર સગર્ભાઓને લઇને કરાયું રિયાલીટી ચેક - વેક્સિન

સમગ્ર દેશમાં વેક્સિન(Vaccine) અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. કોરોનાની ત્રીજી લહેર આવતા પહેલા બધાને વેક્સિન મળી રહે તેની તૈયારી કરવામાં આવી રહી છે. ત્યારે રાજકોટમાં વેક્સિનેશન કેન્દ્ર (Vaccine Center)પર સગર્ભાઓને વેક્સિન(Vaccine) આપવામાં પહેલી પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. વેક્સિન આપ્યા બાદ તેમને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવે છે.

Rajkot: વેક્સિનેશન કેન્દ્ર પર સગર્ભાઓને લઇને કરાયું રિયાલીટી ચેક
Rajkot: વેક્સિનેશન કેન્દ્ર પર સગર્ભાઓને લઇને કરાયું રિયાલીટી ચેક

By

Published : Aug 6, 2021, 4:34 PM IST

  • ગુજરાતમાં હાલ સગર્ભાને કોરોનાની વેક્સિન આપવામાં આવી રહી છે
  • વેક્સિન આપ્યા બાદ સગર્ભાને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવે છે
  • આરોગ્ય કેન્દ્ર પર હાલ 18 વર્ષથી ઉપરના તમામ લોકો આ વેક્સિનનો લાભ લઇ રહ્યા છે

રાજકોટ: ગુજરાતમાં હાલ સગર્ભાને કોરોનાની વેક્સિન (Vaccine)આપવામાં આવી રહી છે, ત્યારે ETV Bharat દ્વારા સગર્ભાને કોરોના વેક્સિન આપવાને લઇને રિયાલીટી ચેક કરવામાં આવ્યું હતું. જેમાં સામે આવ્યું છે કે, રાજકોટના અલગ-અલગ વેક્સિનેશન કેન્દ્ર (Vaccine Center)પર સગર્ભાને પહેલી પ્રાથમિકતા આપવામાં આવી રહી છે તેમજ સગર્ભાઓને લાંબા સમય સુધી વેઇટિંગમાં ન બેસવું પડે તે માટે કેન્દ્ર પર આવતાની સાથે જ તેમને પ્રાથમિકતા આપીને કોરોનાની વેક્સિન આપવામાં આવી રહી છે.

Rajkot: વેક્સિનેશન કેન્દ્ર પર સગર્ભાઓને લઇને કરાયું રિયાલીટી ચેક

આ પણ વાંચો- અમદાવાદ જિલ્લા સમાજ સુરક્ષા કચેરીએ ટ્રાન્સજેન્ડર માટે વેક્સિનેશનની કરી વ્યવસ્થા

સગર્ભાઓને કોરોનાની વેક્સિન આપ્યા બાદ ઓબ્ઝર્વેશનમાં રખાય છે

આ સગર્ભાઓને કોરોનાની વેક્સિન(Vaccine) આપ્યા બાદ ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવે છે. ત્યારબાદ આંગણવાડીની મહિલાઓ દ્વારા જે તે વિસ્તારમાં સગર્ભાઓનું સઘન મોનિટરિંગ કરવામાં આવતું હોય છે.

કેન્દ્ર પર સગર્ભઓને પહેલા પ્રાથમિકતા

ગુજરાતમાં જોરશોરથી કોરોનાની વેક્સિન (Vaccine)આપવામાં આવે છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા સગર્ભાઓને પ્રથમ કોરોનાની વેક્સિન આપવામાં આવી રહી છે. વેક્સિનની ગાઇડલાઇન પ્રમાણે તમામ સગર્ભાઓને પહેલી પ્રાથમિકતા સાથે વેક્સિન આપવામાં આવી રહી છે. ત્યારે રાજકોટમાં 30 જેટલા વેક્સિનેશન સેન્ટર(Vaccine Center) પર હાલ સગર્ભાઓને વેક્સિન અપાઈ રહી છે. જેમાં સગર્ભા વેક્સિન લેવા માટે આવે, ત્યારે હેરાન ના થાય તે માટે તેમને ગમે તેટલી ભીડ હોય, પરંતુ પહેલી પ્રાથમિકતા અપાય છે.

વેક્સિન કેન્દ્ર મોટાભાગે ગ્રાઉન્ડ ફ્લોર પર હોય છે

રાજકોટમાં હાલ 30 જેટલા અલગ-અલગ આરોગ્ય કેન્દ્ર પર કોરોનાની વેક્સિન આપવામાં આવી રહી છે, ત્યારે આરોગ્ય કેન્દ્ર પર હાલ 18 વર્ષથી ઉપરના તમામ લોકો આ વેક્સિન(Vaccine)નો લાભ લઇ રહ્યા છે. વહેલી સવારથી જ રાજકોટના અલગ-અલગ વેક્સિનેશન કેન્દ્ર (Vaccine Center)પર વેક્સિન લેવા માટે લોકોની ભીડ જોવા મળે છે. એવામાં હવે સરકાર દ્વારા સગર્ભાઓને પણ વેક્સિન અપાઈ રહી છે. રાજકોટમાં મોટાભાગના આરોગ્ય કેન્દ્ર ગ્રાઉન્ડ ફ્લોર પર જ છે, જેથી સગર્ભાઓને જવામાં તકલીફ ના પડે.

આ પણ વાંચો- ગુજરાતના 2.47 કરોડ લોકોને હજુ સુધી નથી મળ્યો વેક્સિનનો પ્રથમ ડોઝ

3 લાખ જેટલા શહેરીજનોએ બન્ને ડોઝ લીધા

રાજકોટમાં અત્યાર સુધીની વાત કરવામાં આવે તો 18 વર્ષથી ઉપરના 2,93,585 નાગરિકોએ કોરોનાની વેક્સિનના બન્ને ડોઝ લઈ લીધા છે. જ્યારે પ્રથમ ડોઝની વાત કરવામાં આવે તો 9,93,428માંથી 8,52,232 લોકોએ વેક્સિન(Vaccine)નો પ્રથમ ડોઝ લીધો છે, જ્યારે હજુ પણ કોરોનાની વેક્સિન મોટા પ્રમાણમાં શહેરીજનોને આપવામાં આવી રહી છે. ત્યારે એવું પણ માનવામાં આવી રહ્યું છે કે, હજુ પણ 5.58 લાખ લોકોને કોરોનાની વેક્સિનનો બીજો ડોઝ લેવાનું બાકી છે. જેને લઇને મનપા દ્વારા દરરોજ મોટા પ્રમાણમાં કોરોનાની વેક્સિન લોકોને આપવામાં આવી રહી છે.

ABOUT THE AUTHOR

...view details