- મિનરલ વોટરના વ્યવસાય સાથે 500 કરતા વધુ વેપારીઓ સંકળાયેલા
- RMC દ્વારા સમયાંતરે થાય છે ચેકિંગ
- રાજકોટમાં પીવાના પાણીનો મુખ્ય સ્ત્રોત છે આજી નદી
જાણો મિનરલ વોટરનો વ્યવસાય અને તેને લગતા નિતી નિયમો
રાજકોટ : સૌરાષ્ટ્રના પાટનગર એવા રંગીલા રાજકોટમાં અંદાજીત 18 લાખથી વધુની વસ્તી છે. જ્યારે રાજકોટ આખામાં કોર્પોરેશન દ્વારા પીવાનું પાણી ઉપલબ્ધ કરવામાં આવે છે. તેમજ રાજકોટનો પાણીનો મુખ્ય સ્ત્રોત આજી ડેમ છે. જેમાં હવે સૌની યોજના હેઠળ નર્મદાનું પાણી છોડવામાં આવે છે. જ્યારે આજી ડેમમાં પાણી પૂરું થઈ જાય એટલે સૌની યોજનાની પાઇપલાઇન મારફતે રાજકોટમાં નર્મદા નદીના પાણી ફરી આજી ડેમને ભરવામાં આવે છે. આમ રાજકોટની મોટાભાગની વસ્તી આજી ડેમ અને નર્મદાના પાણી પર નિર્ભર રહે છે. જેમાંથી કેટલાક લોકો પીવાનું પાણી બહારથી ખરીદીને પીવે છે.
શહેરમાં નાના મોટા મળીને 500થી વધુ મિનરલ વોટરના ધંધાર્થીઓ શહેરમાં નાના મોટા મળીને 500થી વધુ મિનરલ વોટરના ધંધાર્થીઓ
રાજકોટમાં કોર્પોરેશન દ્વારા પીવાનું પાણી શહેરીજનોને ઉપલબ્ધ કરવામાં આવે છે. આ સિવાય મોટાભાગના લોકો હવે બહારથી પાણીની બોટલ અથવા જગ જે મિનરલ વોટરના નામે ઓળખાય છે, તે પાણી ખરીદવાનું પસંદ કરીને પીવે છે. હાલ રાજકોટમાં આવા મિનરલ વોટર અને ડ્રિંકિંગ વોટરના ધંધા સાથે સંકળાયેલા અંદાજીત 500 જેટલા નાના મોટા ધંધાર્થીઓ છે. જેમને હાલ રાજકોટના અલગ અલગ વિસ્તારમાં પીવાના પાણીનો વ્યવસાય કરે છે. તેમજ ઘરે ઘરે મિનરલ વોટર પહોંચાડે છે.
લોકો પીવાનું પાણી બહારથી ખરીદીને પીવે છે પીવાના પાણીના વ્યસાય ધારકોને BISનું લાયસન્સ મેળવવું જરૂરી
કોઈ પણ પેકેજ ડ્રિંકિંગ વોટર એટલે કે પીવાના પાણી વહેંચાણ માટે સૌપ્રથમ BIS એટલે કે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડનું લાયસન્સ લેવું અગત્યનું હોય છે. જેમાં અલગ અલગ લિટરની બોટલ તેમજ પાણીના જગ માટે વિશેષ નીતિ નિયમો બનાવામાં આવ્યા છે. ત્યાર બાદ આ પાણી ક્યાંથી આવે છે તેના સોર્સનું ચેકિંગ પણ એટલું જ મહત્વનું હોય છે. તેનું પણ આરોગ્ય વિભાગ દ્વારા સમયાંતરે ચેકિંગ કરવામાં આવે છે.
પીવાના પાણીના વ્યસાય ધારકોને BISનું લાયસન્સ મેળવવું જરૂરી