- રાજકોટમાં રાત્રી કરફ્યૂને ETV Bharatનું રિયાલિટી ચેક
- ETV Bharatદ્વારા શહેરના એન્ટ્રી પોઇન્ટની મુલાકાત
- પોલીસ જવાનો ખડેપગે બજાવી રહ્યા છે ફરજ
રાજકોટઃ રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાયા બાદ અચાનક કોરોના પોઝિટિવ કેસમાં વધારો નોંધાયો છે. જેને લઇને રાજ્ય સરકાર દ્વારા અમદાવાદ, વડોદરા અને સુરત તેમજ રાજકોટ શહેરમાં રાત્રી કરફ્યૂનો સમય વધારવામાં આવ્યો છે. અમદાવાદ, વડોદરા, સુરત જેવા શહેરોમાં રાત્રીના 9 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી કરફ્યૂ લાદવામાં આવ્યું છે. એટલે કે રાત્રીના 10:00 વાગ્યાથી રાજકોટની બજારો બંધ થઈ જાય છે. જ્યારે રાજકોટમાં 10 વાગ્યા બાદ વાહનોને એન્ટ્રી આપવામાં આવતી નથી.
રાત્રી કરફ્યૂને લઈનેETV Bharatનું રિયાલિટી ચેક
રાજકોટમાં રાત્રિના 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી કરફ્યૂ લગાવવામાં આવ્યું છે, ત્યારે રાતના 10 વાગ્યાથી શહેરના અલગ-અલગ એન્ટ્રી પોઈન્ટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવે છે, ત્યારે ETV Bharat દ્વારા ગઇકાલે શુક્રવારે રાત્રે શહેરના મુખ્ય પ્રવેશ દ્વાર ગ્રીનલેન્ડ ચોકડીની મુલાકાત લેવામાં આવી હતી. જેમાં સામે આવ્યું હતું કે પોલીસ દ્વારા જે લોકો શહેરમાં રાત્રી કરફ્યૂ દરમિયાન પ્રવેશી રહ્યા છે. તેમના નામ અને નંબરની એન્ટ્રી કરવામાં આવી રહી છે. આ સાથે જ તેઓ ક્યા કારણોસર રાત્રિના શહેરમાં પ્રવેશી રહ્યા છે. તે અંગેની પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો : રાજ્યના ચાર મહાનગરોમાં રાત્રીકરફ્યૂ15 દિવસ માટે યથાવત રહેશેઃ મુખ્યપ્રધાનની જાહેરાત