ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજકોટ જિલ્લા સહકારી બેન્કની ચૂંટણી મુદ્દે જયેશ રાદડિયા સાથે ખાસ વાતચીત - રાજકોટ ચૂંટણી ન્યુઝ

રાજકોટ જિલ્લા સહકારી બેન્કની ચૂંટણી મુદ્દે ETV BHARAT દ્વારા વર્તમાન ચેરમેન જયેશભાઇ રાદડિયા સાથે વાતચીત કરવામાં આવી હતી. આ વાતચીત દરમિયાન સહકારી ક્ષેત્રે યોજાનારી ચૂંટણીમાં મોટાભાગની બેઠકોની ચૂંટણી વિશે જણાવ્યું હતું, તેમજ ચૂંટણી પહેલા જિલ્લાના રાજકારણમાં પણ ગરમાવો આવે તેવી શકયતાઓ દર્શાવી...

જયેશ રાદડિયા સાથે ETV BHARATની ખાસ વાતચીત
જયેશ રાદડિયા સાથે ETV BHARATની ખાસ વાતચીત

By

Published : Jul 2, 2020, 1:56 PM IST

Updated : Jul 2, 2020, 4:57 PM IST

રાજકોટઃ જિલ્લા સહકારી બેન્કની ચૂંટણીઓ જાહેર થઇ છે, ત્યારે આગામી 17 બેઠકો માટે આ ચૂંટણી યોજવામાં આવશે. ચૂંટણી માટે આગામી 7 જુલાઈના રોજ ઉમેદવારોના ફોર્મ ભરાશે. તેમજ 26 જુલાઇના રોજ ચૂંટણી માટેનું મતદાન થશે, તો મતદાનના બીજા જ દિવસે એટલે કે, 27 જુલાઇના રોજ મત ગણતરી થશે. હાલ સહકારી ક્ષેત્રે ચૂંટણી આવતા રાજકોટ જિલ્લાના રાજકારણમાં ગરમાવો પણ આવ્યો છે.

સહકારી બેન્કના વર્તમાન ચેરમેન તેમજ રાજ્યના કેબિનેટ પ્રધાન જયેશ રાદડિયા છે, અગાઉ જયેશ રાદડિયાના પિતા અને પૂર્વ સાંસદ વિઠ્ઠલભાઈ રાદડિયા પણ છેલ્લા 22 વર્ષથી સહકારી બેન્ક સાથે જોડાયેલા રહ્યા હતા, પરંતુ તેમના અવસાન બાદ સહકારી બેંકના ચેરમેન પદે જયેશ રાદડિયા આવ્યાં હતાં.

જયેશ રાદડિયા સાથે ETV BHARATની ખાસ વાતચીત

  • રાજકોટ જિલ્લા સહકારી બેંકની ચૂંટણી 17 બેઠકો પર યોજાશે
  • ચૂંટણીનાઉમેદવારી ફોર્મ 7 જુલાઈએ ભરાશે
  • હાલ બેંકની સહકારી મંડળીની 13 બેઠકો
  • રાજકોટ જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી શકે છે
    સહકારી બેંકની ચૂંટણી મુદ્દે જયેશ રાદડિયા સાથે ખાસ વાતચીત

આ અંગે ETV BHARAT દ્વારા વર્તમાન ચેરમેન જયેશભાઇ રાદડિયા સાથે વાતચીત કરવામાં આવી હતી. આ વાતચીત દરમિયાન તેઓએ જણાવ્યું હતું કે, સહકારી ક્ષેત્રે યોજાનારી ચૂંટણીમાં મોટાભાગની બેઠકો પરની ચૂંટણી બિન હરીફ યોજાશે. ઉલ્લેખનીય છે કે, હાલ બેંકની સહકારી મંડળીની 13 બેઠકો છે. જ્યારે બિનખેતી વિષયક શરાફી મંડળીની 2 અને માર્કેટિંગ પ્રોસેસિંગની 1 અને 1 ઇતર એમ કુલ 17 બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે, ત્યારે ચૂંટણી પહેલા રાજકોટ જિલ્લાના રાજકારણમાં પણ ગરમાવો આવે તેવી શકયતાઓ સેવાઇ રહી છે.

Last Updated : Jul 2, 2020, 4:57 PM IST

ABOUT THE AUTHOR

...view details