- ETV Bharatના શક્તિ વંદના (Shakti Vandana) કાર્યક્રમમાં રાજકોટના શ્રેષ્ઠ શિક્ષકની વાતચીત
- કેન્દ્ર સરકાર (Central Government) તરફથી શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ (Best Teacher Award) જીતનારા વનિતાબેન રાઠોડ સાથેની વાતચીત
- વનિતાબેને કોરોના કાળમાં પણ વિદ્યાર્થીઓને ઘરેઘરે પુસ્તકો પહોંંચાડ્યા હતા
રાજકોટઃ સમગ્ર રાજ્યમાં નવરાત્રિની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. ત્યારે ETV Bharatની ટીમ શક્તિ વંદના (Shakti Vandana) કાર્યક્રમ અંતર્ગત વિશેષ વ્યક્તિઓ સાથે વાતચીત કરી રહી છે. તો આ વખતે ETV Bharatની ટીમ શક્તિ વંદના (Shakti Vandana) કાર્યક્રમ હેઠળ કેન્દ્ર સરકાર તરફથી શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ જીતનારા વનિતાબેન રાઠોડ સાથે વાતચીત કરી હતી. તે સમયે વનિતાબેને પોતાની સફળતાનો મંત્ર અને વિદ્યાર્થીઓ તેમ જ સમાજને ઉપયોગી મુદ્દાઓ અંગે ચર્ચા કરી હતી. તો આવો જાણીએ વનિતાબેને શું કહ્યું?
પ્રશ્ન: તાજેતરમાં જ કેન્દ્ર સરકારે તમને શ્રેષ્ઠ એવોર્ડ આપ્યો છે. તો આ એવોર્ડ કયા પ્રકારના કાર્ય માટે આપવામાં આવ્યો છે?
જવાબ: રાજકોટમાં વિનોભા ભાવે શાળા (Vinoba Bhave School) નંબર 93એ નગર પ્રાથમિક શિક્ષણ સંચાલન સરકારી શાળા છે, જેનો અમે લોકભાગીદારી અને લોકસહયોગથી વિકાસ કર્યો છે. અમારી શાળાના શિક્ષકો અને મારા પ્રયાસોથી વિદ્યાર્થીઓની શૈક્ષણિક ક્ષમતામાં વધારો થયો છે. જ્યારે વિવિધ સ્પર્ધામાં અને ઉચ્ચ ક્ષેત્રે અમારી શાળાના બાળકો સ્થાન મેળવી રહ્યા છે. જ્યારે આ બાળકીના આરોગ્ય માટે અમારી શાળામાં ખાસ તકેદારી લેવામાં આવે છે. બાળકોના સર્વાંગી વિકાસ માટે તેમને વિવિધ તકો પણ પુરી પાડવામાં આવે છે. જ્યારે હું શાળામાં આવી ત્યારે 300ની સંખ્યા હતી. અત્યારે આ શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા 800 જેટલી થઈ ગઈ છે.
આ પણ વાંચો-છઠ્ઠું નોરતું : ઋષિ કાત્યાયનને વરદાનમાં દિકરી તરીકે મહાશક્તિ માઁ દુર્ગા મળ્યા
પ્રશ્ન: સરકારી શાળા જે વિશિષ્ટ છે, જેમાં તમે શું કાર્ય કર્યા છે અને કેવી રીતે તે વિશિષ્ટ બની છે?
જવાબ: અમારી શાળામાં દરેક બાળકો પાસે લેશન ડાયરી છે. તેમ જ આ તમામ બાળકોનું શૈક્ષણિક કાર્ય તેમના માતાપિતા સુધી પહોંચાડવામાં આવે છે. જ્યારે અમારી શાળા સતત નવુંનવું કરવા પ્રયત્નશીલ રહે છે. શાળામાં કોઈ વિદ્યાર્થીનો જન્મદિવસ હોય તો તે વિદ્યાર્થી શાળામાં ચોકલેટની જગ્યાએ કોઈ પુસ્તક શાળાને ભેટમાં આપે છે, જેના કારણે સમાજની સાથે આ વિદ્યાર્થીઓ પણ પોતાનો ફાળો શાળાના વિકાસ માટે આપે છે. જ્યારે શાળામાં સ્પોર્ટસ ગ્રાઉન્ડ પણ છે, જેનો પણ વિદ્યાર્થીઓ લાભ લે છે. આમ, અમારી શાળાના શિક્ષકો ઓન બાળકની અંદર રહેલી સુષુપ્ત શક્તિ વિકસે તે માટે કાર્ય કરતા રહે છે.
આ પણ વાંચો-બીજું નોરતું : માતા બ્રહ્મચારિણીની તપસ્યા શક્તિનું વરદાન પામવાનો અવસર