- રાજકોટના મેયર ડૉ. પ્રદીપ ડવેએ આદેશ જાહેર કર્યો
- રાજ્યમાં કોરોનાના કેસોમાં થઈ રહ્યો છે વધારો
- કોરોનાને રોકવા વેક્સિનના બંને ડોઝ લેવા જરૂરી
રાજકોટ: તાજેતરમાં જ દિવાળી (Diwali)ના તહેવારો દરમિયાન રાજ્ય સરકાર દ્વારા કેટલીક છૂટછાટ આપવામાં આવી હતી, જેને લઇને હરવા-ફરવાના સ્થળે મોટી સંખ્યામાં લોકોની ભીડ જોવા મળી હતી. તહેવારને લઈને લોકો ભાન ભૂલ્યા હતા અને કોરોનાની ગાઇડલાઇન (Corona Guidelines), સોશિયલ ડિસ્ટન્સિંગ (Social Distancing), જાહેરમાં માસ્ક (Mask) અને વારંવાર સેનેટાઈઝર (Sanitizer) સહિતની વસ્તુઓનો ઉપયોગ કરવાનું ટાળી રહ્યા હતા. એવામાં દિવાળી બાદ ધીમે ધીમે હવે કોરોનાના પોઝિટિવ કેસ (Corona Positive Case)માં વધારો થઇ રહ્યો છે.
મનપા કર્મચારીઓની યાદી મંગાવવામાં આવી
રાજકોટના મેયર ડૉ. પ્રદીપ ડવએ આદેશ જાહેર કર્યો છે કે, રાજકોટ મહાનગરપાલિકા (Rajkot Municipal Corporation)ના જે કર્મચારીએ કોરોના વેક્સિન (Corona Vaccine)ના બંને ડોઝ નહીં લીધા હોય તેમનો પગાર આગામી દિવસોમાં બંધ કરવામાં આવશે. જ્યારે આ અંગે મનપા કર્મચારીઓની યાદી પણ મંગાવવામાં આવી છે. જો કે જે કર્મચારીઓએ બીજો ડોઝ લેવાનો બાકી છે તેઓ ચાલું માસમાં વેક્સિનનો ડોઝ લઈ શકે છે. તેમજ જો તેઓ વેક્સિનનો ડોઝ નહીં લે તો આગામી માસથી તેમનો પગાર બંધ કરવામાં આવશે.