ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજકોટ કોરોના વોર્ડમાં ગુરુ શિષ્યના સંબંધને સાર્થક કરતી ઘટના આવી સામે - રાજકોટ કોરોના હોસ્પિટલ

રાજકોટની સિવિલ હોસ્પિટલમાં નર્સની ફરજ બજાવતા કૃપાબેન ભટ્ટ અને તે જે સ્કુલમાં ભણ્યા તે સ્કુલના પ્રિન્સીપાલને કોરોના પોઝિટિવ આવતા તેમને સિવિલમાં ભરતી કરવામાં આવ્યા હતા, જ્યા નર્સે તેમને જણાવ્યા વગર તેમની સેવા કરતા રહ્યા હતા, જો કે બાદમાં ગુરૂનું મૃત્યુ થતા નર્સે તેમને ગંગાજળ પીવડાવ્યું હતું, જુઓ અમારો આ વિશેષ અહેવાલ...

રાજકોટ કોરોના વોર્ડમાં ગુરુ શિષ્યના સંબંધને સાર્થક કરતી ઘટના આવી સામે
રાજકોટ કોરોના વોર્ડમાં ગુરુ શિષ્યના સંબંધને સાર્થક કરતી ઘટના આવી સામે

By

Published : Oct 5, 2020, 11:04 PM IST

રાજકોટઃ શહેર સિવિલ હોસ્પિટલમાં ગુરુ અને શિષ્યના પવિત્ર સંબંધને સાર્થક કરતી ઘટના સામે આવી છે. જેમાં રાજકોટ નજીકના સરધાર ગામની સ્કૂલના પ્રિન્સીપાલ તરીકે નિવૃત થયેલા વિનુભાઈ જોશીને કોરોના થતા રાજકોટ કોવિડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારે આ વૃદ્ધ દર્દીની કોવિડ હોસ્પિટલમાં નર્સ ખુબ જ સાર સંભાળ રાખતી અને સેવા કરતી હતી. જે કે નર્સે PPE કિટ પહેરી હોવાથી વૃદ્ધ પણ તેમને ઓળખી શક્યા નહોતા. પરંતુ આ નર્સ જે તેમની સારવાર કરતી હતી તે એક સમયે તેમની પાસે અભ્યાસ કરી ચુકી હતી. એટલે જે આ વૃદ્ધ તેના ગુરુ હતા.

રાજકોટ કોરોના વોર્ડમાં ગુરુ શિષ્યના સંબંધને સાર્થક કરતી ઘટના આવી સામે

કોવિડ વોર્ડમાં નર્સ આટલી સેવા કરતા અચાનક વિનુભાઈએ નર્સને પૂછ્યું કે તું કેમ મારી આટલી સેવા કરે છે અને તારે અને મારે શું સંબંધ છે. આ સાંભળીને નર્સ કૃપાબેન ભટ્ટ પોતાના મો પર લગાવેલું માસ્ક દૂર કરે છે. ત્યારે વિનુભાઈ તરત જ પોતાની શિષ્યાને ઓળખી જાય છે. જો કે નર્સે તેમના ગુરુ એવા વિનુભાઈને કોરોના દરમિયાન વધુ પીડા ન થાય તે માટે ઊંઘની દવા આપે છે. પરંતુ વિનુભાઈ ઊંઘની જગ્યાએ સમાધિની વાત કરે છે અને અંતે ગંગાજલ અને તુલસી લીધા બાદ મૃત્યુ પામે છે. જે દ્રશ્ય જોઈને કોવિડ હોસ્પિટલનો સ્ટાફ પણ ભાવુક થઈ જાય છે.

જો કે કૃપાબેને પણ હોસ્પિટલમાં પોતાના ગુરુજી સારવાર દરમ્યાન અન્ય સ્ટાફને પણ કહ્યું નહોતું કે આ વૃદ્ધ તેમના ગુરુ છે. પરંતુ જ્યારે તેમનું મોત થાય છે. ત્યારે સમગ્ર હકીકત સામે આવે છે. ઉલ્લેખનીય છે કે કૃપાબેન છેલ્લા 20 વર્ષથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કાર્યરત છે અને કોરોનાની કામગીરી દરમિયાન તેઓ પણ પોઝિટિવ આવ્યા છે. પરંતુ તેમની તબિયત સારી થતા ફરી તેઓ પોતાના કાર્યમાં લાગી ગયા છે.

ABOUT THE AUTHOR

...view details