રાજકોટઃરાજકોટ શહેરમાં 65 વર્ષના વૃદ્ધ જ્યારે સારવાર માટે આવ્યા હતા ત્યારે ડૉક્ટરે એને બ્લડ ટેસ્ટ (Blood Test Lab Rajkot) કરાવવાનું કહ્યું હતું. પણ જ્યારે એનો રીપોર્ટ સામે આવ્યો (Blood Group Classification) ત્યારે ડૉક્ટરના પગ નીચેથી જમીન સરકી ગઈ. કારણ કે, એનું બ્લડગ્રૂપ કોઈ કેટેગરી સાથે મેચ જ થતું ન હતું. એટલું જ નહીં વર્ષ 2020માં આ વ્યક્તિએ સર્જરી પણ કરાવેલી છે. આ વ્યક્તિમાં Anti EMM બ્લડગ્રૂપ (Rare Blood Group Category) છે. જેને દુનિયાનું સૌથી દુર્લભ બ્લડ (World's rare Blood Category) માનવામાં આવે છે. આ પ્રકારનું બ્લડ ધરાવનાર આ વ્યક્તિ દેશનો પ્રથમ માણસ છે. જ્યારે દુનિયાનો 11મો એવો વ્યક્તિ છે જેનું બ્લડ 'Anti EMM' છે.
આ પણ વાંચોઃ ભારતીય ઉડ્ડયન ક્ષેત્રમાં રોજગારીની ઘણી તકો આવી સામે
શું છે આ બ્લડઃજે રીતે 'A' પોઝિટિવ, 'B' પોઝિટિવ અને 'AB' પોઝિટિવ બ્લડ કેટેગરી હોય છે. એમ આ એક પ્રકારનું સ્પેશ્યલ બ્લડ છે. જ્યારે કોઈને બ્લડ ગ્રૂપ વિશે પૂછવામાં આવે તો માત્ર ચાર જ બ્લડગ્રૂપ કોઈ કહે છે. પણ આ સિવાય પણ એક બ્લડ ગ્રૂપની કેટેગરીમાં આવતા માણસો છે. જેની સંખ્યા દુનિયા આખામાં માત્ર 11 છે. ગુજરાતના રાજકોટમાંથી એક વ્યક્તિના શરીરમાંથી આ પ્રકારનું બ્લડ સામે આવ્યું છે. જે ભારતનો પહેલો વ્યક્તિ છે. ડૉ.રીપલ શાહ, સ્નેહલ સેંજાલિયા અને સન્મુખ જોશીએ આ બ્લડ ગ્રૂપને લઈ એક રીસર્ચ પેપર લખી રીપોર્ટ તૈયાર કર્યો છે. જે એશિયન જર્નલ ઓફ ટ્રાંસફ્યુઝન સાયન્સમાં પ્રકાશિત થયો છે.
કેવી વ્યક્તિમાં જોવા મળે?આ બ્લડગ્રૂપને સૌથી રેર અને ભાગ્યે જ જોવા મળતું બ્લડગ્રૂપ માનવામાં આવે છે. આ બ્લડ એવી વ્યક્તિમાં જોવા મળે છે. જેનામાં EMMની હાઈ ફ્રિક્વન્સીની ઉણપ હોય છે. ચોંકાવનારી અને દુઃખની વાત એ છે કે, આ બ્લડગ્રૂપ વાળી વ્યક્તિ ન કોઈ પાસેથી બ્લડ લઈ શકે ન તો કોઈને આપી શકે છે. એવામાં જ્યારે કોઈને બ્લડની જરૂર પડે છે તો સારવારમાં મોટી મુશ્કેલી ઊભી થઈ શકે છે. ઈન્ટરનેશનલ સોસાયટી ઓફ બ્લડ ટ્રાંસફ્યુઝને આ કેટેગરીનું નામ 'EMM' રાખ્યું છે. કારણ કે, જે વ્યક્તિમાં આ બ્લડ હોય એનામાં રેડ સેલ્સમાં એન્ટીજન થતું જ નથી.