ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજકોટમાં પ્રદૂષણ ઘટાડવા માર્ચ મહિનાથી ઈલક્ટ્રોનિક બસો દોડાવાશે - ઈલેક્ટ્રિક બસ

રાજકોટમાં આવતા મહિનેથી બીઆરટીએસ રૂટ પર ઈલેક્ટ્રોનિક બસો જોવા મળશે. માર્ચ મહિનામાં 20 જેટલી ઈલેક્ટ્રોનિક બસનું રાજકોટમાં આગમન થશે ત્યારબાદ આ બસોને બીઆરટીએસ રૂટ પર ચલાવવામાં આવશે. ધીમે-ધીમે ઈલેક્ટ્રોનિક બસોની સંખ્યામાં પણ વધારો થશે. પ્રથમ તબક્કામાં 20 જેટલી બસ આવશે, જેને લઈને રાજકોટ મનપાએ પણ તૈયારીઓ શરૂ કરી છે. મહત્ત્વનું છે કે, રાજકોટમાં પ્રદૂષણ ઘટે તે માટે ઈલેક્ટ્રોનિક વાહનોના અભિયાન અંતર્ગત રાજકોટ મનપાએ કેન્દ્ર સરકાર પાસેથી ઈલેક્ટ્રોનિક બસોની માગણી કરી હતી.

રાજકોટમાં પ્રદૂષણ ઘટાડવા માર્ચથી ઈલક્ટ્રોનિક બસો દોડાવાશે
રાજકોટમાં પ્રદૂષણ ઘટાડવા માર્ચથી ઈલક્ટ્રોનિક બસો દોડાવાશે

By

Published : Feb 10, 2021, 10:53 AM IST

  • રાજકોટમાં માર્ચ મહિનાથી BRTS રૂટ પર દોડશે ઈલક્ટ્રોનિક બસો
  • રાજકોટે કેન્દ્ર સરકાર પાસે ઈલેક્ટ્રોનિક બસની કરી હતી માગણી
  • પ્રથમ તબક્કામાં 20 જેટલી ઈલેક્ટ્રોનિક બસોને જ દોડાવાશે

રાજકોટ: રાજકોટ મહાનગરપાલિકાએ કેન્દ્ર સરકાર પાસે અગાઉ 50 અને ત્યારબાદ 100 એમ કુલ 150 ઈલેક્ટ્રોનિક બસોની માગણી કરી હતી, જે કેન્દ્ર સરકારે મંજૂર કરી છે. આગામી મહિને 20 જેટલી બસોનું રાજકોટમાં આગમન થશે. આ બસોને મનપા દ્વારા પ્રથમ બીઆરટીએસ રૂટ ઉપર ચલાવવામાં આવશે ત્યારબાદ માગણી મુજબ વધુ ઈલેક્ટ્રોનિક બસોને કેન્દ્ર સરકાર પાસેથી લેવામાં આવશે.

પ્રથમ તબક્કે રાજકોટમાં જ ઈલેક્ટ્રોનિક બસ દોડશે

અત્યારે પ્રથમ તબક્કામાં રાજકોટમાં ઈલેક્ટ્રોનિક બસો આવશે, જેને લઇને મહાનગરપાલિકા તંત્ર પણ સજ્જ છે. રાજકોટમાં મુખ્યત્વે આ બસો બીઆરટીએસ રૂટ સિવાય અન્ય રોડ ઉપર ચલાવવામાં નહીં આવે. ધીમેધીમે સિટી બસની જગ્યાએ પણ આ બસો ચલાવવામાં આવશે તેવું હાલ જાણવા મળી રહ્યું છે.

ABOUT THE AUTHOR

...view details