- રાજકોટ મનપાની યોજાશે ચૂંટણી
- 18 વોર્ડમાં 72 બેઠકો માટે યોજાશે ચૂંટણી
- રાજ્યમાં મહાનગરપાલિકા અને જિલ્લા તેમજ તાલુકા પંચાયતની ફેબ્રઆરીમાં યોજાશે ચૂંટણી
રાજકોટઃ મહાનગરપાલિકાની સ્થાપના 1973માં કરવામાં આવી હતી. જ્યારે હાલ રાજકોટ મહાનગરપાલિકા હેઠળ 18 જેટલા વોર્ડ આવે છે. જેમાં કુલ 72 જેટલી બેઠકો છે, એટલે રાજકોટ મનપાની ચૂંટણી 72 બેઠકો પર યોજાશે. તાજેતરમાં જ રાજકોટની આસપાસના ગામનો પણ રાજકોટના અલગ-અલગ વોર્ડમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
72 બેઠકમાંથી 13 બેઠક અનામત
રાજકોટ મહાનગરપાલિકાના 18 વોર્ડમાં 72 બેઠકોનો સમાવેશ થાય છે. આ 72 બેઠકમાંથી 13 બેઠક અનામત રાખવામાં આવી છે. જેમાં 7 ઓબીસી, 5 અનુસૂચિત જનજાતિ અને 1 મહિલા આદિજાતિ બેઠક અનામત રાખવાની જાહેરાત કરાઈ છે. ચૂંટણીપંચના નિયમ મુજબ 50 ટકા બેઠક એટલે કે 36 બેઠક મહિલાઓ માટે અનામત રહેશે. રાજકોટ મનપાની ચૂંટણીમાં પ્રથમ વખત આદિજાતિની મહિલા માટે અનામત બેઠકની જાહેરાત થશે.