રાજકોટ : શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીએ આજે રાજકોટની મુલાકાત લિધી(Education Minister Jitu Waghan on a visit to Rajkot) હતી અને અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. તેમને પત્રકાર પરિષદ(Jitu Waghan's press conference) માં જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લામાં 400 જેટલી મેડીકલ ટીમ કાર્યરત છે. આગામી દિવસોમાં રાજકોટ ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં ઘરે ઘરે જઇને લોકોનો સર્વે કરવામાં આવશે, તેમજ જરૂરી જણાય તો તેમની સાથે મેડિકલની ટીમ પણ હાજર રહેશે અને કોઈને પણ કોરોનાના લક્ષણો જણાશે તો તેમની તાત્કાલિક સારવાર કરવામાં આવશે.
વિવિધ હોસ્પિટલ ખાતે 24 જેટલા ઓક્સિજન ટેન્ક ઉપલબ્ધ કરવામાં આવ્યા
કોરોનાની બીજી લહેર દરમિયાન ઓક્સિજનનો બહુ મોટો પ્રશ્ન ઉભા થયો હતો, ત્યારે આ વખતે રાજકોટ જિલ્લામાં ઓક્સિજનની અછત ન સર્જાય તે માટે રાજકોટ જિલ્લામાં વિવિધ હોસ્પિટલ ખાતે 24 જેટલા ઓક્સિજન ટેન્ક પણ ઉપલબ્ધ કરવામાં આવ્યા છે, જેની કેપિસિટી 14 મેટ્રિક ટનની છે. ઓક્સિજનની જરૂરિયાત ઉભી થાય તો પણ તેને પહોંચી વળવા માટે તંત્ર સજ્જ છે, આ સાથે જ રાજકોટમાં વધુમાં વધુ બાળકોનું વેકસીનેશન થાય તે માટેના પ્રયાસો શરૂ છે.