ગુજરાત

gujarat

ETV Bharat / city

Republic Day 2022: શિક્ષણપ્રધાન જીતુ વાઘણીએ રાજકોટમાં ફરકાવ્યો ધ્વજ

આજે પ્રજાસત્તાક દિને (Republic Day 2022) રાજકોટમાં શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીએ (Education Minister Jitu Vaghani in Rajkot) પોલીસ હેડક્વાર્ટર ખાતે રાષ્ટ્ધ્વજ ફરકાવ્યો હતો અને ધ્વજવંદન કર્યું હતું. સાથે જ તેમણે શિક્ષણના વિવિધ મુદ્દે ચર્ચા પણ કરી હતી.

Education Minister Jitu Vaghani in Rajkot
Education Minister Jitu Vaghani in Rajkot

By

Published : Jan 26, 2022, 12:34 PM IST

રાજકોટ:શહેરમાં શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીએ પોલીસ હેડક્વાર્ટર ખાતે રાષ્ટ્ધ્વજ (Jitu Vaghani hoisted the flag in Rajkot) ફરકાવ્યો હતો અને ધ્વજવંદન કર્યું હતું. રાજ્યમાં સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા આગામી દિવસોમાં 1 ફેબ્રુઆરીથી સરકાર ધોરણ 1થી9 શરૂ કરે તેવી માંગણીઓ કરવામાં આવી છે. આ અંગે રાજકોટ ખાતે પધારેલા શિક્ષણપ્રધાન (Education Minister Jitu Vaghani in Rajkot) જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં કોરોનાની પરિસ્થિતિને જોઈને શાળાઓ શરૂ કરવામાં આવશે.

શિક્ષણપ્રધાન જીતુ વાઘણીએ રાજકોટમાં ફરકાવ્યો ધ્વજ

આ પણ વાંચો:ડો. બાબાસાહેબ આંબેડકર દ્વારા ઘડાયેલા બંધારણમાં કોઈ ફેરફાર કરી શકે નહીં: સી.આર.પાટીલ

ફી વધારવાનો નિર્ણય FRC નક્કી કરે છે, તેમાં સરકાર હસ્તક્ષેપ કરતી નથી: જીતુ વાઘાણી

શાળાઓ ખોલવા અંગે વાઘાણીએ વધુમાં જણાવ્યું નહોતું. જ્યારે સૌરાષ્ટ્રની 1500 જેટલી ખાનગી શાળાઓએ નવા સત્રથી ફીમાં 5થી 10 ટકા વધારવા અંગેની જાહેરાત કરી છે. ત્યારે આ અંગે વાઘણીએ જણાવ્યું હતું કે, ફી વધારવાનો નિર્ણય FRC નક્કી કરે છે. જેમાં સરકાર હસ્તક્ષેપ કરતી નથી.

શિક્ષણપ્રધાન જીતુ વાઘણીએ રાજકોટમાં ફરકાવ્યો ધ્વજ

આ પણ વાંચો: CM Republic Day Celebration in Somnath: ગીર સોમનાથમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કર્યું ધ્વજવંદન

ચાર ગર્લ્સ હાઇસ્કુલમાં પુરુષ આચાર્યની નિમણૂક બાબતે ખુલાસો કર્યો

રાજ્યમાં તાજેતરમાં જ વિવિધ હાઈસ્કૂલમાં આચાર્યની બદલીઓ કરવામાં આવી છે. ચાર જેટલી ગર્લ્સ હાઈસ્કૂલમાં પુરુષ આચાર્યની નિમણૂક (Appointment of male principal in Girls High School) કરવામાં આવી છે, જેના કારણે વિવાદ સર્જાયો છે. આ અંગે વાઘાણીએ જણાવ્યું હતું કે, સરકારના પરિપત્ર મુજબ બદલીઓ કરવામાં આવી છે. જો તેમાં કોઈ ભૂલ હશે તો આ અંગેની તપાસ બાદ નિર્ણય લેવામાં આવશે. ગર્લ્સ હાઇસ્કુલમાં પુરુષ આચાર્યની નિમણૂકનો આ મામલો રાજ્યભરમાં ચર્ચામાં આવ્યો હતો. જે અંગે શિક્ષણપ્રધાન દ્વારા ખુલાસો કરવામાં આવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details