- ખાદ્યતેલના ભાવમાં વધારો થતા લોકોમાં હાહાકાર
- સતત વધી રહેલા ભાવને લઈને મધ્યમ વર્ગના લોકો પરેશાન
- કપાસિયા તેલના અત્યાર સુધીના સૌથી ઉંચા ભાવ
ખાદ્યતેલના ભાવ ફરી વધ્યા: કપાસિયામાં 45, સિંગતેલમાં 20 અને સનફ્લાવર ઓઈલનાં ભાવમાં 180 રૂપિયાનો વધારો - Gujarat News
એક તરફ દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે બીજી તરફ હવે ખાદ્યતેલના ભાવમાં પણ સતત તેજી જોવા મળી રહી છે. હાલ ખાદ્યતેલમાં કપાસિયા તેલમાં ડબ્બે રૂ. 45 સિંગતેલમાં ડબ્બે રૂ.20 તેમજ સનફ્લાવરમાં રૂ.180 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે.
રાજકોટઃ એક તરફ દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે બીજી તરફ હવે ખાદ્યતેલના ભાવોમાં પણ સતત તેજી જોવા મળી રહી છે. હાલ ખાદ્યતેલમાં કપાસિયા તેલમાં ડબ્બે રૂ. 45, સિંગતેલમાં ડબ્બે રૂ.20 તેમજ સનફ્લાવર ઓઈલમાં રૂ.180 નો ધરખમ વધારો જોવા મળ્યો છે. ખાદ્યતેલના ભાવો વધતા ગરીબ અને મધ્યમ વર્ગના લોકો હાહાકાર પોકારી ઉઠ્યા છે. છેલ્લા એક મહિનામાં ખાદ્યતેલના ભાવોમાં સતત વધારો થતા સામાન્ય જનતામાં પણ રોષ વ્યાપી ઉઠ્યો છે.
કપાસિયા તેલનો ડબ્બો 2 હજારની સપાટીને પાર
છેલ્લા કેટલાક મહિનાઓથી ખાદ્યતેલના ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે ફરી એક વખત ખાદ્યતેલના ભાવમાં તેજી જોવા મળી રહી છે. જેમાં કપાસિયા તેલના ડબ્બામાં રૂ 45નો વધારો નોંધાયો છે. જેને લઇને હાલ 15 કિલોના ડબ્બાના ભાવ રૂ. 2હજારની સપાટીને પાર જોવા મળી રહ્યા છે. કપાસિયાનો ડબ્બો 2 હજારની સપાટી વટાવી જતાં મધ્યમ વર્ગના પરિવારોનું બજેટ ખોરવાયું છે. હાલ કપાસિયા તેલના ડબ્બાનો ભાવ રૂ. 2060થી 2100 સુધીના જોવા મળી રહ્યા છે. જે અત્યાર સુધીના સૌથી ઉંચા ભાવ છે.
આ પણ વાંચો:જામનગર: ખાદ્યતેલના ભાવમાં ડબ્બે રૂપિયા 100નો ઘટાડો
સિંગતેલ, સનફ્લાવર ઓઈલ, પામ ઓઈલ સહિતના તેલના ભાવમાં પણ વધારો
ખાદ્યતેલના ભાવમાં સત્તત વધારો જોવા મળ્યો છે. જેમાં કપાસિયામાં રૂ.45નો વધારો, જ્યારે સિંગતેલમાં રૂ.20, સનફ્લાવર ઓઈલમાં રૂ.180નો તેમજ પામ ઓઈલમાં પણ રૂ.10નો વધારો જોવા મળ્યો છે. આમ, તમામ પ્રકારના ખાદ્યતેલના ભાવોમાં વધારો નોંધાયો છે. સામાન્ય રીતે જ્યારે સિંગતેલ અને કપાસિયાનો ભાવ વધે છે, ત્યારે તેની સાથે જ અન્ય તેલના ભાવોમાં પણ વધારો થતો જોવા મળતો હોય છે.
આંતરરાષ્ટ્રીય બજારના કારણે ભાવમાં અસ્થિરતા
દેશમાં સતત વધી રહેલા ખાદ્યતેલના ભાવને લઈને જાણવા મળી રહ્યું છે કે, આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડ ઓઇલની સતત માંગને કારણે ખાદ્યતેલમાં ભાવવધારો જોવા મળી રહ્યો છે. બીજી તરફ ચીનમાં ભારતમાંથી સત્તત મગફળીની નિકાસ કરવામાં આવતા સિંગતેલના ભાવમાં વધારો જોવા મળ્યો છે. જ્યારે આ વર્ષે કપાસનું ઉત્પાદન ઘટ્યું છે. જોકે, તેની માગ વધારે હોવાના કારણે કપાસિયા તેલના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે.