ગુજરાત

gujarat

ETV Bharat / city

મોંઘવારીનો માર: Food Oilના ભાવમાં ફરી ભડકો

દેશમાં પેટ્રોલ-ડીઝલ (Petrol Diesel) ના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે રાજકોટમાં ખાદ્યતેલના ભાવમાં પણ સતત વધારો થયો છે. આ ભાવ વધારો સીંગતેલ અને કપાસિયા તેલમાં જોવા મળી રહ્યો છે.

ખાદ્યતેલના ભાવમાં વધારો
ખાદ્યતેલના ભાવમાં વધારો

By

Published : Jul 18, 2021, 4:39 PM IST

Updated : Jul 18, 2021, 4:54 PM IST

પેટ્રોલ-ડીઝલ (Petrol Diesel)ના ભાવમાં સતત વધારો

ખાદ્યતેલના ભાવમાં સતત વધારો

તહેવારોની વચ્ચે ખાદ્યતેલના ભાવ વધ્યા

રાજકોટ: દેશમાં સત્તત પેટ્રોલ- ડીઝલ(petrol-diesel)ના ભાવ વધી રહ્યા છે. એવામાં મોંઘવારીનો માર સહન કરતા સામાન્ય અને મધ્યમ વર્ગના લોકોને વધુ એક પડ્યા પર પાટું જેવી સ્થિતિ સર્જાઈ છે.

ખાદ્યતેલના ભાવમાં વધારો

રાજકોટમાં ખાદ્યતેલના ભાવમાં સતત વધારો

રાજકોટમાં ખાદ્યતેલ(food oil)ના ભાવમાં સતત વધારો થયો છે. જેમાં 15 કિલોના ડબ્બે રૂપિયા 15થી વધુનો ભાવ વધારો જોવા મળી રહ્યો છે. આ ભાવ વધારો મુખ્ય તેલ એટલે કે સીંગતેલ અને કપાસિયા તેલમાં જોવા મળી રહ્યો છે. જ્યારે અગાઉ પણ ખાદ્યતેલના ભાવમાં વધારો જોવા મળ્યો હતો. એવામાં તહેવારોની સિઝન આવતા ફરી ખાદ્યતેલ(food oil)માં ભાવ વધારો થતાં લોકો ત્રાહિમામ પોકારી ગયા છે.

આ પણ વાંચો :કેવી રીતે પહોંચી વળશે ગુજરાત ત્રીજી લહેર પહેલા ?


છેલ્લા એક સપ્તાહમાં રૂપિયા 60સુધીનો વધારો

આગામી દિવસોમાં રાજ્યમાં તહેવારો(festival)ની સિઝન આવી રહી છે. ત્યારે ગયા સોમવારથી શનિવાર સુધી એટલેકે માત્ર એક સપ્તાહમાં મુખ્યતેલમાં રૂપિયા 40થી 60 સુધીનો ભાવ વધારો થયો છે. જ્યારે શનિવારે એક દિવસમાં સિંગતેલમાં રૂપિયા 15અને કપાસિયા તેલમાં રૂપિયા 15નો ભાવવધારો થયો છે. આમ છેલ્લા 10 દિવસમાં ખાદ્યતેલ(food oil)ના ભાવમાં રૂપિયા 70થી 80 આસપાસનો ભાવ વધારો જોવા મળ્યો છે. જ્યારે પેટ્રોલ-ડીઝલ (petrol-diesel) ના ભાવમાં પણ સતત દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. એવામાં સામાન્ય તેમજ મધ્યમ વર્ગના લોકોનું જીવવું હવે મુશ્કેલ બન્યું છે.

આ પણ વાંચો :ઓવૈસીની પાર્ટી AIMIM નું ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ થયું હેક


સિંગતેલનો ડબ્બો રૂપિયા 2500ની સપાટીએ પહોંચ્યો

રાજકોટમાં મુખ્ય તેલના ભાવ વધારા બાદ હવે સિંગતેલનો ડબ્બો રૂપિયા 2500ની સપાટી તરફ પહોંચી રહ્યો છે. જ્યારે શનિવારે સિંગતેલનો ડબ્બો રૂપિયા 2445ની સપાટીએ અને કપાસિયા તેલનો ડબ્બો રૂપિયા 2380એ પહોંચ્યો. આગામી દિવસોમાં જન્માષ્ટમી, રક્ષાબંધન સહિતના મહત્ત્વના તહેવારો આવી રહ્યા છે, એવામાં હજુ પણ ખાદ્ય તેલ(food oil)ના ભાવ વધે તેવી શક્યતાઓ વેપારીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Last Updated : Jul 18, 2021, 4:54 PM IST

ABOUT THE AUTHOR

...view details