ગુજરાત

gujarat

ETV Bharat / city

ખાદ્યતેલના ભાવમાં ફરી ઉછાળો, સિંગતેલનો ડબ્બો 2600ની સપાટીએ પહોંચ્યો

ખાદ્યતેલના ભાવ વધતા મધ્યમ વર્ગનું બજેટ ખોરવાયું છે. સિંગતેલના ભાવમાં રૂપિયા 40નો વધારો જ્યારે કપાસિયા તેલના ભાવમાં પણ રૂપિયા 40નો વધારો જોવા મળી રહ્યો છે.

peanut oil
peanut oil

By

Published : Mar 17, 2021, 12:16 PM IST

  • પેટ્રોલ-ડીઝલના ભાવની સાથે હવે ખાદ્યતેલમાં પણ સતત વધારો
  • ખાદ્યતેલના ભાવ વધતા મધ્યમ વર્ગનું બજેટ ખોરવાયું
  • સનફ્લાવરના તેલમાં રૂપિયા 60નો વધારો નોંધાયો

રાજકોટઃ દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવની સાથે હવે ખાદ્યતેલમાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે. ખાદ્યતેલના ભાવ વધતા મધ્યમ વર્ગનું બજેટ ખોરવાયું છે. સામાન્ય જનતા મોંઘવારીના મારથી ત્રાહિમામ પોકારી ગઈ છે. જ્યારે કોરોનાકાળની કપરી પરિસ્થિતિ સહન કર્યા બાદ હવે લોકો સતત મોંઘવારીનો માર સહન કરી રહ્યા છે. સિંગતેલના ભાવમાં રૂપિયા 40નો વધારો નોંધાયો છે. જ્યારે કપાસિયા તેલના ભાવમાં પણ રૂપિયા 40નો વધારો જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો:ખાદ્યતેલમાં સતત ભાવ વધારો, સામાન્ય પ્રજા માટે જટિલ પ્રશ્ન

સિંગતેલ અને કપાસિયા તેલમાં રૂપિયા 40નો વધારો

ગુજરાતમાં મુખ્યત્વે લોકો સિંગતેલ વધુ ઉપયોગમાં લે છે. ત્યારબાદ બીજા નંબરે કપાસિયા તેલનો ઉપયોગ કરતા હોય છે અને પછી સનફ્લાવર, પામોલિન અને સરરિયાના તેલનો ખાદ્ય પદાર્થોમાં ઉપયોગ કરતા હોય છે, પરંતુ જેવા જ સિંગ અને કપાસીયા તેલમાં ભાવ વધારો આવે એટલે તરત જ સાઈડ તેલના ભાવમાં પણ થોડો ઘણો વધારો થાય છે. હાલ સિંગતેલ અને કપાસિયા તેલમાં રૂપિયા 40નો વધારો આવ્યો છે. જેને લઈને સિંગતેલનો ડબ્બો રૂપિયા 2600ની સપાટી પર પહોંચ્યો છે. જ્યારે સનફ્લાવરના તેલમાં રૂપિયા 60નો વધારો નોંધાયો છે.

આ પણ વાંચો:ખાદ્યતેલના ભાવ ફરી વધ્યા: કપાસિયામાં 45, સિંગતેલમાં 20 અને સનફ્લાવર ઓઈલનાં ભાવમાં 180 રૂપિયાનો વધારો

ABOUT THE AUTHOR

...view details