રાજકોટ: હાલમાં રશિયા યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. એવામાં આ યુદ્ધના કારણે વિશ્વભરમાં ખાદ્યતેલના ભાવ પર તેની અસર વર્તાઈ રહી છે. જ્યારે હાલમાં યુદ્ધની અસરથી ભારતમાં સનફ્લાવર, પામોલિન તેલમાં રૂ.300-300 વધારો (Impact of Russia Ukraine War on Edible Oil Market) નોંધાયો છે. જ્યારે મગફળી, કપાસિયા સહિતના તેલના ભાવમાં (Edible Oil Prices Hike)પણ આવી જ પરિસ્થિતિ જોવા મળી રહી છે.
આ પણ વાંચોઃ ખાદ્યતેલમાં સતત ભાવ વધારો, સામાન્ય પ્રજા માટે જટિલ પ્રશ્ન
સનફ્લાવર અને પામોલીન તેલના ભાવમાં ભડકો
આ અંગે રાજકોટમાં (Rajkot Edible Oil Market) ખાદ્યતેલની એજન્સી ધરાવતા વેપારી ભાવેશ પોપટે ઇટીવી ભારત સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ગત 24 તારીખથી રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ થયું હતું. તે અગાઉ જ તેલના બજારમાં તેજી (Edible Oil Prices Hike)જોવા મળી હતી. જ્યારે યુદ્ધના કારણે આપણને જે સનફ્લાવરનું તેલ જે દેશમાંથી આયાત કરતા હતાં તે બંધ થઈ ગયું છે. જેના કારણે સનફ્લાવર તેલના ભાવમાં ખૂબ જ વધારો થયો છે. આવી જ રીતે યુદ્ધના કારણે ઇન્ડોનેશિયા દેશ દ્વારા પામોલીન તેલના આયાત મર્યાદા નાખવામાં આવી છે. તેમજ બ્રાઝીલ દેશમાંથી પણ સોયાબીન તેલનું ઓછી માત્રા આવી રહ્યું છે. જેના કારણે સાઈડ તેલમાં ભાવ વધારો (Impact of Russia Ukraine War on Edible Oil Market) થયો છે.
આ પણ વાંચોઃ મોંઘવારીનો માર: ખાદ્ય તેલ જનતાનું નીકાળી રહી છે તેલ