- ખાદ્યતેલના ભાવમાં વધારો થતાં સામાન્ય અને મધ્યમ વર્ગના લોકોનું બજેટ ખોરવાયુ
- હાલ મોટાભાગની જીવનજરૂરી વસ્તુઓના ભાવમાં વધારો થઈ રહ્યો છે
- ખાદ્યતેલના ભાવમાં વધારો થતાં સામાન્ય પ્રજા મુશ્કેલીમાં મૂકાઇ છે
રાજકોટ: દેશમાં તહેવારોની સિઝન(Festive Season) આવી રહી છે, ત્યારે તહેવારો નજીક આવતા ખાદ્યતેલ(Food Oil)ના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા એક મહિનામાં મુખ્યતેલ એવા સિંગતેલ અને કપાસિયા સાથે પામતેલના ભાવમાં વધારો થયો છે તમામ ખાદ્યતેલમાં અંદાજીત રૂપિયા 60થી માંડીને રૂપિયા 190નો વધારો થયો છે. જ્યારે હાલ સતત પેટ્રોલ-ડીઝલ(Petrol-diesel) તેમજ તમામ જીવનજરૂરી ચીજ વસ્તુઓમાં વધારો થઈ રહ્યો છે. એવામાં હવે ખાદ્યતેલના ભાવમાં વધારો થતાં સામાન્ય અને મધ્યમ વર્ગના લોકોનું બજેટ ખોરવાયુ છે.
આ પણ વાંચો- ગૃહિણીનું બજેટ ફરી એકવાર ખોરવાશે, સિંગ અને કપાસિયા તેલના ભાવમાં વધારો
એક મહિનામાં રૂપિયા 190 સુધીની ભાવ વધારો જોવા મળ્યો
હાલ મોટાભાગની જીવનજરૂરી વસ્તુઓમાં વધારો થઈ રહ્યો છે. તેવામાં છેલ્લા એક મહિનામાં તેલમાં રૂપિયા 190 સુધીનો ભાવ વધારો જોવા મળ્યો છે. જેમાં એક મહિના અગાઉ સિંગતેલનો ભાવ રૂપિયા 2,370 હતો, જે અત્યારે તેલનો ડબ્બો રૂપિયા 2,490નો થયો, જ્યારે કપાસિયા તેલનો ડબ્બો રૂપિયા 2,250માંથી વધીને રૂપિયા 2,440 થયો છે તેમજ પામોલીન તેલનો ભાવ પહેલા રૂપિયા 1,965 હતો, તે આજે 2,010 થયો છે.
6 દિવસમાં તેલના ભાવ રૂપિયા 25થી 60 સુધી વધ્યા