- ખાદ્યતેલના ભાવમાં રૂપિયા 100થી 250 સુધીનો ઘટાડો
- ખાદ્યતેલની કૃત્રિમ અછત દૂર થતા થયો ભાવ ઘટાડો
- આ પહેલા ખાદ્ય તેલના ભાવમાં સતત વધારો થયો હતો
રાજકોટ : દેશમાં એક તરફ લોકો કોરોનાની મહામારીનો સામનો કરી રહ્યા છે. ત્યારે બીજી તરફ પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો ( Edible oil price Hike ) થઇ રહ્યો છે. તેવામાં હવે ખાદ્યતેલના ભાવમાં ઘટાડો આવતા સામાન્ય અને મધ્યમ વર્ગના લોકોના થોડી રાહત અનુભવાઇ છે. છેલ્લા કેટલાક દિવસોથી ખાદ્યતેલના ભાવમાં પણ સતત વધારો જોવા મળી રહ્યો હતો. જેમાં સિંગ તેલ કપાસિયા તેલ સહિતના ખાદ્ય તેલમાં સતત વધારો થયો હતો પરંતુ હાલ તેલના ભાવથી રૂપિયા 100થી 250 સુધીનો ઘટાડો જોવા મળ્યો છે. જેને લઇને મધ્યમ વર્ગના પરિવાર માટે એક રાહતના સમાચાર કહી શકાય છે. દક્ષિણતમ રાજ્યોમાં પણ મગફળીનું ઉત્પાદન વધુ પ્રમાણમાં થયું છે. જેને કારણે ખાદ્યતેલના ભાવમાં ઘટાડો ( Edible oil price fall ) થયો હોવાનું માનવામાં આવી રહ્યું છે.
દક્ષિણતમ રાજ્યોની મગફળીની પડતર કિંમત ઓછી થતા ઘટાડો
વેપારીઓ એવું અનુમાન લગાવી રહ્યા છે કે, સૌરાષ્ટ્રમાં સાઉથની મગફળીની પડતર કિંમત ઓછી થતા બજારમાં ઉભી થયેલી ખાદ્યતેલની કૃત્રિમ અછત દૂર થઈ છે. જેને લઈને તેલના એક ડબ્બે રૂપિયા 160 રૂપિયાનો ઘટાડો થયો છે. જ્યારે છેલ્લા એક મહિનામાં કપાસિયા તેલના ડબ્બે રૂપિયા 95નો ઘટાડો થયો છે. સામાન્ય રીતે સૌરાષ્ટ્રની મગફળી ખરીદવા માટે દક્ષિણતમ રાજ્યોના વેપારીઓ આવતા હોય છે. તેના બદલે આ વખતે પહેલીવાર સાઉથના વેપારીઓ-ખેડૂતો પોતાની મગફળી વેચવા માટે સૌરાષ્ટ્ર આવ્યા હતા. જેની અસર તેલ બજાર પર સીધી જ જોવા મળી છે.
સિંગતેલનો ડબ્બો રૂપિયા 2300ની સપાટીએ પહોંચ્યો