ગુજરાત

gujarat

ETV Bharat / city

કોરોના મહામારી વચ્ચે રાજકોટમાંથી નકલી ડોક્ટર ઝડપાયો - ઓમ ક્લિનિક

હાલ સમગ્ર વિશ્વ કોરોના વાઈરસની મહામારી સામે લડી રહ્યો છે. એવામાં રાજકોટમાંથી નકલી ડોક્ટર ઝડપાયો છે.

કોરોના મહામારી વચ્ચે રાજકોટમાંથી નકલી ડોક્ટર ઝડપાયો
કોરોના મહામારી વચ્ચે રાજકોટમાંથી નકલી ડોક્ટર ઝડપાયો

By

Published : Jul 21, 2020, 5:00 AM IST

રાજકોટઃ સ્પેશિયલ ગ્રૂપ દ્વારા બાતમીના આધારે મવડી વિસ્તારમાં રહેતા અને ગુલાબનગરમાં ઓમ ક્લિનિક નામે કોઈ પણ જાતની ડોક્ટરની ડીગ્રી વગર લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા ઈસમને ઝડપી પાડ્યો છે. બદ્રીભાઈ બાપુભાઈ સૂર્યવંશી નામનો ઈસમ છેલ્લા બે વર્ષથી ડોક્ટરની ડીગ્રી વગર દવાખાનું ચકાવી રહ્યો છે. જેને SOGએ ઝડપી પાડ્યો છે.

કોરોના મહામારી વચ્ચે રાજકોટમાંથી નકલી ડોક્ટર ઝડપાયો

તેમજ તેના ક્લિનિકમાંથી મેડીકલ ડીગ્રી વિનાના હોસ્પિટલના સાધનો, એલોપેથીક દવાઓ, ઇન્જેક્શન, ગ્લુકોઝના બટલાઓ સહિતની વસ્તુઓ પણ કબ્જે કરી છે. હાલ રાજકોટ પોલીસ દ્વારા આ ઇસમની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details