રાજકોટદેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11 ઓક્ટોબરે (PM Modi Rajkot Visit) જિલ્લાના જામકંડોરણા ખાતે આવશે. અહીં તેઓ એક કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત રહેશે. આથી આ કાર્યક્રમ દરમિયાન જૂનાગઢ જામનગર (Junagadh to Jamnagar) આંતર જિલ્લા તરફ જતા સ્ટેટ નેશનલ હાઈવે રોડ ઉપર બહોળા પ્રમણમાં જનમેદની એકત્ર થવાની શક્યતા છે.
મેજિસ્ટ્રેટે જાહેર કર્યા હુકમ તેને અનુલક્ષીને કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે રાજકોટ જિલ્લા મેજિસ્ટ્રેટ (District Magistrate of Rajkot) અરૂણ મહેશ બાબુએ માલવાહક વાહનો, મોટા વાહનો, કોમર્શિઅલ વાહનો, ખાનગી ટ્રાવેલર્સની બસો, પેસેન્જર બસો, એસટી બસ સિવાયના રૂટ પ્રમાણે નીચે મુજબ ડાઈવર્ટ (Diversion of Heavy Vehicle) કરવાના હુકમો જાહેર કર્યા છે.
આ રૂટ ડાઈવર્ટ આ ડાઈવર્ટમાં (Diversion of Heavy Vehicle) જુનાગઢથી કાલાવડ જામનગર તરફ જતાં ભારે વાહનો ધોરાજી ચોકડીથી સુપેડી ઝાંઝમેર-સોડવડર-જામટીંબડી-ચિત્રાવડ-જામદાદર ગામ થઈને જઇ શકશે. તેમ જ જામદાદર ગામથી કાલાવડ-જામનગર હાઈ વે રોડથી કાલાવડ-જામનગર તરફ જવા તેમ જ જામનગર-કાલાવડથી ધોરાજી-જૂનાગઢ તરફ જવા માટે જામદાદર ગામના પાટીયાથી જામદાદર ગામ–ચિત્રાવડ–જામટીમ્બડી–સોડવદર–ઝાંઝમેર-સુપેડી-ધોરાજી બાયપાસ થઈ ધોરાજી-જુનાગઢ રોડ તરફ ચલાવવાના રહેશે.
આ રૂટ પર જવું પડશે આ ઉપરાંત ગોંડલથી કાલાવડ-જામનગર તરફ જતાં ભારે વાહનો ગોંડલ તાલુકાના ત્રાકુડા ગામથી ગરનાળા ગામના પાટીયા (ગંગોત્રી પેટ્રોલપંપ)થી ગરનાળા ગામ અને ગરનાળા ગામથી બેટાવડ-ખડવંથલી-આંબરડી-તરકાસર ગામના પાટીયાથી માલજીભી પીપળીયા પાટીયુ-વાવડી–સાતોદરથી કાલાવડ-જામનગર હાઈવે રોડ બાજૂ ચલાવવા તેમ જ જામનગર-કાલાવડથી ગોંડલ જવા સાતોદ-વાવડી-માલજીભી પિપળીયા પાટીયુ-તરકાસર ગામના પાટીયાથી આંબરડી-ખડવંથલી-બેટાવડ ગરનાળા ગામ-ગરનાળા પાટીયુ ગોંડલ રોડે થઈ ગોંડલ તરફ જવા માટે ચલાવવાના (Diversion of Heavy Vehicle) રહેશે.
આ હુકમ 11 ઓક્ટોબરે સવારે 6 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી અમલી રહેશે. આ નિયમનો ભંગ કરનારા શિક્ષાને પાત્ર રહેશે તેવું પણ જણાવવામાં આવ્યું છે. ત્યારે હાલ જિલ્લા વહીવટી તંત્ર વડાપ્રધાનના(PM Modi Rajkot Visit) આગમનને લઈને સતર્ક થઈને કોઈ અડચણ કે વિવાદ ના સર્જાય તે માટેની તડામાર તૈયારીઓ કરી રહી છે.