- કોરોના કારણે બાળકોમાં મેદસ્વિતાનું પ્રમાણ વધ્યું- ડો. પંકજ બુચ ( Dr pankaj buch)
- કોવિડ-19 ત્રીજી લહેર જાગૃતિ બેઠક યોજાઇ
- પી.ડી.યુ. હોસ્પિટલ ખાતે યોજાઇ બેઠક
રાજકોટ: કોરોના વાયરસની ત્રીજી લહેરમાં નાના-કુમળા બાળકો ભોગ ન બને તે માટે ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા “કોવિડ-19 ત્રીજી લહેર જાગૃતિ બેઠક”નું આયોજન પી.ડી.યુ. હોસ્પિટલ ખાતે કરવામાં આવ્યું હતું.
મેદસ્વીતાના કારણે લાંબા ગાળે રોગપ્રતિકારક શક્તિને અસર
આ તકે પી.ડી.યુ. હોસ્પિટલ, રાજકોટના પિડીયાટ્રીક વિભાગના વડા ડો. પંકજ બુચે જણાવ્યું હતું કે, કોરોના મહામારીના કારણે બાળકોમાં મેદસ્વિતાનું પ્રમાણ વધ્યું છે. જેના કારણે લાંબાગાળે તેમની રોગપ્રતિકારક શક્તિને અસર થાય છે. આવું ન થાય તે માટે બાળકોને ઘરમાં જ માતા-પિતાએ કસરત કરાવવી જોઈએ. શ્વાસને લગતી સમસ્યાઓ, થેલેસેમિયા, એચ.આઈ.વી.ના બાળદર્દીઓનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. બાળકના જન્મના 14 દિવસ પહેલાના અને જન્મના દિવસથી 28 દિવસ સુધીનો તબક્કો નિયોનેટલ કહેવાય આ દરમિયાન બાળક તથા તેની માતાની કાળજી ખુબ જ જરૂરી છે.
આ પણ વાંચો :વડાપ્રધાન મોદી આજે રાષ્ટ્રીય શિક્ષણ નીતિના એક વર્ષ પૂર્ણ થતા વિદ્યાર્થીઓ અને શિક્ષકોને કરશે સંબોધિત