ગુજરાત

gujarat

ETV Bharat / city

Atal Bihari Vajpayee birth anniversary: અટલજી રાજકોટમાં રોકાતા ત્યારે ચાલીને જિલ્લા લાઈબ્રેરીમાં છાપા વાંચવા જતા: ડો. કમલેશ જોશીપુરા - અટલજી રાજકોટ

25 ડિસેમ્બર એટલે ભૂતપૂર્વ વડાપ્રધાન એવા અટલબિહારી બાજપાઈની જન્મ જયંતી (Atal Bihari Vajpayee birth anniversary) જેને દેશમાં ગુડ ગવર્નસ ડે (Good Governance Day) તરીકે પણ ઉજવાય છે. દેશના ભૂતપૂર્વ વડાપ્રધાન એવા અટલજીનો રંગીલા રાજકોટ સાથેનો અતૂટ નાતો રહેલો છે. તેઓ જ્યારે રાજકોટમાં આવતા ત્યારે તેઓ રાજકોટના સુવિખ્યાત એવા લાબેલાના ગાંઠિયા પણ આરોગતા અને ચાલીને જિલ્લા લાઈબ્રેરીમાં અંગ્રેજી, હિન્દી તેમજ ગુજરાતી ભાષાઓના અખબારો પણ વાંચવા જતા હતા. પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપાઈએ રાજકોટમાં પણ ચૂંટણી પ્રચાર કર્યો હતો. જ્યારે તેમના સમયને હજુ પણ રાજકોટના (Atal Bihari Vajpayee Rajkot) ઘણા દિગગજ નેતાઓ યાદ કરી રહ્યા છે. વર્ષ 1952થી વાજપાઇ નાતો રાજકોટ સાથે રહ્યો છે અને તેઓ વારે તહેવારે રાજકોટની મુલાકાતે પણ આવતા રહેતા હતા.

Dr Kamlesh Joshipura
Dr Kamlesh Joshipura

By

Published : Dec 25, 2021, 9:08 AM IST

રાજકોટઃ અગાઉના સમયમાં ઘરે- ઘરે વિવિધ ભાષાના છાપાઓ આવવાનું ચલણ નહોતું, એવા સમયમાં જ્યારે અટલજી રાજકોટ ખાતે આવતા ત્યારે તેઓ રાજકોટના માલવિયા ચોકમાં આવેલી જિલ્લા લાઇબ્રેરીમાં (Atal Bihari Vajpayee birth anniversary) ચાલીને છાપા વાંચવા માટે જતા હતા. જિલ્લા લાઇબ્રેરીમાં ગુજરાતી- હિન્દી- અંગ્રેજી સહિતના ભાષાઓના છાપા આવતા હતા. જેને લઈને અટલજી આ છાપા વાંચવા માટે ચાલીને જવાનો આગ્રહ રાખતા હતા. વાજપાઇજી રાજકોટ આવતા એટલે સંઘના પાયાના પથ્થર એવા ચીમન શુકલના ઘરે જ મોટાભાગે રોકાતા હતા, જ્યારે રાજકોટમાં અનેક ભાજપના નેતાઓ સાથે તેમને પારિવારિક સંબંધો પણ હતા.

પૂર્વ વડાપ્રધાન અટલજી રાજકોટમાં રોકાતા ત્યારે ચાલીને જિલ્લા લાઈબ્રેરીમાં છાપા વાંચવા જતા: ડો. કમલેશ જોશીપુરા

લાબેલા ગાંઠિયા અચૂક આરોગતા

પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપાઇ(97th birth anniversary of Atal Bihari Vajpayee) અલગ અલગ વાગણીઓ આરોગવાના ખૂબ જ શોખીન હતા. એવામાં તેઓ જ્યારે પણ રંગીલા રાજકોટ ખાતે આવે ત્યારે અચૂક લાબેલાના ગાંઠીયા ખાતા હતા. આ સાથે જ તેઓ અને મનગમતી ગુજરાતી રસોઈ પણ પરિવારના મહિલા સભ્યોને કહેતા અને તેઓ આ ગુજરાતી રસોઈ પણ આરોગતા હતા. અટલજી જ્યારે રાજકોટમાં રોકાતા અત્યારે નાસ્તો તેઓ શહેર ભાજપના તમામ નેતાઓ અને કાર્યકર્તાઓ સાથે જ મળીને જ કરવાનો જ આગ્રહ રાખતા હતા. તેમજ નાસ્તો કરતા કરતા કાર્યકર્તાઓ અને નેતાઓ સાથે ખુલ્લા મને વાતચીત પણ કરતા હતા.

ગ્વાલિયરની બેઠક પર હાર્યા બાદ રાજકોટ આવ્યા

ગ્વાલિયરની બેઠક પર હાર્યા બાદ રાજકોટ આવ્યા

અટલજીને યાદ કરતા તે સમયના રાજકોટ શહેર ભાજપ પ્રમુખ રહેલા ડો. કમલેશ જોશીપુરાએ Etv Bharat સાથેની વાતચીતમાં (Dr Kamlesh Joshipura about Atalji) જણાવ્યું હતું કે, વર્ષ 1984ની લોકસભાની ચૂંટણીમાં ગ્વાલિયર ખાતે માધવરાવ સિંધિયાની સામે અટલબિહારી વાજપાઇની હાર થઇ હતી. જે ચૂંટણી પૂર્ણ થતાં જ તરત જ ગુજરાત વિધાનસભાની ચૂંટણી પણ આવી હતી. જેમાં પ્રચાર- પ્રસાર અર્થે અટલજી રાજકોટ (Atal Bihari Vajpayee Rajkot) આવી પહોંચ્યા હતા. તે સમયે પણ તેમના ચહેરા પર કોઇ પણ જાતની હતાશા કે દુઃખ કે નિરાશા જોવા નહોતી મળી. જ્યારે તેઓએ જનસભાને સંબોધન કરતા જણાવ્યું હતું કે ભલે એકવાર શાસ્ત્રોની દ્રષ્ટિએ અંજલિ આપવાની પરંપરા મુજબ મારો પરાજય કર્યો. જ્યારે હવે અંજલિ અપાઈ ગઈ હોય તો મને એક વખત દેશના લોકોની સેવા કરવાનો મોકો આપો.

પૂર્વ વડાપ્રધાન અટલજી રાજકોટમાં રોકાતા ત્યારે ચાલીને જિલ્લા લાઈબ્રેરીમાં છાપા વાંચવા જતા: ડો. કમલેશ જોશીપુરા

રાજકોટ વિધાનસભા બેઠક પરથી વજુભાઇ વાળાની જીત

વર્ષ 1984માં ગ્વાલિયરની બેઠકમાં પરથી હાર મેળવ્યા બાદ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી હતી. આ વિધાનસભાની ચૂંટણી માટે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપાઈ રાજકોટમાં ભાજપના નેતાઓ કાર્યકર્તાઓના સમર્થન માટે ચૂંટણી પ્રચારમાં આવ્યા હતા. આ ચૂંટણી પ્રચાર બાદ વજુભાઈ વાળા પ્રથમ વખત 1985માં રાજકોટની બેઠક પરથી ચૂંટાયા હતા. આમ રાજકોટની જનતાનો પ્રેમ હર હંમેશ વાજપાઇજીને મળ્યો છે. રાજકોટ સાથે અટલજીનો ખૂબ અતૂટ નાતો રહ્યો છે. તેમજ રાજકોટના ઘણા સંઘના પાયાના કાર્યર્તાઓ સાથે તેમને પારિવારિક સંબંધો પણ અકબંધ હતા.

પૂર્વ વડાપ્રધાન અટલજી રાજકોટમાં રોકાતા ત્યારે ચાલીને જિલ્લા લાઈબ્રેરીમાં છાપા વાંચવા જતા: ડો. કમલેશ જોશીપુરા

આ પણ વાંચો: Birth Anniversary: પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનો આજે જન્મદિવસ, જૂનાગઢમાં પ્રસંશકો દ્વારા મીઠા સંભારણા

આ પણ વાંચો:Exclusive Interview Bharat Pandya: મને અટલજીના અસ્થિ વિસર્જન કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતુ: ભરત પંડ્યા

ABOUT THE AUTHOR

...view details