- ડો. દીપક મશરૂએ અંગ્રેજી ભણાવવા માટેની પેટન્ટ નોંધાવી
- અંગ્રેજીના પ્રાધ્યાપક દ્વારા પેટન્ટની નોંધણી કરાવવાની પ્રથમ ઘટના
- આ પગલું શિક્ષણ અને સંશોધન ક્ષેત્રે ક્રાંતિકારી પરિવર્તન લાવી શકે છે
રાજકોટ: અંગ્રેજી ભાષાના વરિષ્ઠ અધ્યાપક તેમજ શૈક્ષણિક ટેકનોલોજી (Educational Technology)માં જેમનું આગવું યોગદાન છે એવા ડો. દીપક મશરૂએ તાજેતરમાં 'ટેકનોલોજી અનેબલ્ડ ઇંગ્લિશ ટીચિંગ મેથડ' (Technology and Enabled English Teaching Method) પર પેટન્ટ નોંધાવી છે. સામાન્ય રીતે વિજ્ઞાન, એન્જિનિયરિંગ અને ફાર્મસીને લગતા ફોર્મ્યુલા માટે પેટન્ટ નોંધવામાં આવતી હોય છે, ત્યારે અંગ્રેજી વિષયના પ્રાધ્યાપક દ્વારા પેટન્ટની નોંધણી થઇ હોય એવી સૌપ્રથમ ગૌરવપ્રદ અને ઐતિહાસિક ઘટના શિક્ષણ અને સંશોધન ક્ષેત્રે ક્રાંતિકારી પરિવર્તન લાવનારી હોવાનું તજજ્ઞો માની રહ્યા છે.
અથાગ મહેનતના ફળ સ્વરૂપે આ પેટન્ટ
ઘણા વર્ષોની અથાગ મહેનતના ફળ સ્વરૂપે આ પેટન્ટ રજીસ્ટર કરાવનારા ડો. મશરૂએ વધુમાં જણાવ્યું હતું કે, આ પેટન્ટ દ્વારા ગુજરાતી લોકો ટેકનોલોજીના ઉપયોગથી સચોટ રીતે અંગ્રેજી શીખી શકે છે તથા આવનારા સમયમાં ટેકનોલોજી સાથે કદમ મિલાવી શકાય છે. ડો. દીપક મશરૂ છેલ્લા 2 દાયકાથી પણ વધારે સમયથી શિક્ષણ સાથે જોડાયેલા છે અને અંગ્રેજી વિષયના અભ્યાસમાં ટેકનોલોજીના ઉપયોગ માટે ઘણા જ પ્રખ્યાત છે. સોશિયલ મીડિયાના ઉપયોગ દ્વારા અંગ્રેજી ભાષા પર પ્રભુત્વ મેળવવા માટે કરેલા પ્રયોગોને ધ્યાને લઇ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીએ ડો. મશરૂને 'પેડાગોજીકલ ઇનોવેશન એવોર્ડ'થી સન્માનિત કર્યા હતા.
ફ્રી ઓનલાઈન સ્પોકન ઈંગ્લિશ કોર્ષ તથા મોબાઈલ એપ્લિકેશન