ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજકોટ ફરી રક્તરંજીત, યુવાને જાહેરમાં પત્ની અને તેના મામાની કરી હત્યા - રાજકોટમાં ગુનાનું પ્રમાણ

રાજકોટ શહેરના જંકશન પ્લોટ વિસ્તારમાં આવેલા રૂખડીયા પરામાં એક વ્યક્તિએ પોતાની પત્ની અને તેના મામાની જાહેરમાં હત્યા કરી છે. આ હત્યા કર્યા બાદ આરોપીએ પોતાના બાળકો સાથે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જેથી આરોપીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

રાજકોટ ફરી રક્તરંજીત, યુવાને પત્ની અને તેના મામાની કરી હત્યા
રાજકોટ ફરી રક્તરંજીત, યુવાને પત્ની અને તેના મામાની કરી હત્યા

By

Published : Oct 22, 2020, 7:55 PM IST

  • રાજકોટ ફરી રક્તરંજીત
  • આરોપીએ પત્ની અને તેના મામાની કરી હત્યા
  • હત્યાબાદ આરોપીએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ

રાજકોટઃ સૌરાષ્ટ્રના પાટનગર એવા રંગીલા રાજકોટમાં ગુનાખોરીમાં સતત વધારો થઈ રહ્યો છે. આજે એટલે કે ગુરુવારે જાહેરમાં જ એક મહિલા સહિત 2 લોકોની છરીના ઘા મારીને હત્યા થઈ હોવાની ઘટના સામે આવી છે. શહેરના જંકશન પ્લોટ વિસ્તારમાં આવેલા રૂખડીયા પરાની આ ઘટના છે. શહેરમાં ડબલ મર્ડરની ઘટના સામે આવતા પોલીસ અધિકારીઓનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને આ મામલે પ્રદ્યુમન નગર પોલીસ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

યુવાને પત્ની અને તેના મામાની કરી હત્યા

પત્ની અને તેના મામાની હત્યા

થોરાળા પોલીસ મથક વિસ્તારમાં રહેતા ઇમરાન અલ્તાફભાઈ પઠાણે રૂખડીયા પરા વિસ્તારમાં રહેતા પોતાની સાસુ ફિરોઝા નૂર મહમદ પઠાણ, તેમજ પોતાની પત્ની નાઝીયા અને પત્નીના મામા નઝીર અખ્તભાઈને જાહેરમાં જ છરીના ઘા માર્યા હતા. જેમાં પત્ની અને તેના મામાનું મોત થયું હતું, જ્યારે તેની સાસુ ઈજાગ્રસ્ત થઇ હતી. જેથી તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.

રાજકોટ ફરી રક્તરંજીત, યુવાને પત્ની અને તેના મામાની કરી હત્યા

હત્યા બાદ આરોપીએ કર્યું અગ્નિસ્નાન

ઇમરાન અલ્તાફ પઠાણ નામના યુવાને જાહેરમાં જ પોતાની પત્ની અને તેના મામાની હત્યા બાદ ઘરે જઈને પોતાના 2 પુત્રો સાથે અગ્નિસ્નાન કર્યું છે. જેથી આરોપી અને તેના બન્ને પુત્રને સારવાર અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

આરોપી

હત્યાનું મુખ્ય કારણ કોર્ટ કેસ હોવાનું અનુમાન

ઇમરાન અને તેમની પત્ની વચ્ચે છૂટાછેડાનો કેસ ચાલતો હતો અને તે દરમિયાન બન્ને બાળકોની કસ્ટડી મામલે અવાર-નવાર રકઝક થતી હતી. જેને લઈને કોર્ટ કેસના મનદુઃખમાં આ હત્યા કરાઈ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. જેથી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details