રાજકોટ : રાજકોટજિલ્લામાં એક હૈયું હલબલાવી દે ઘટના સામે આવી છે. જેમાં ઠેબચડા ગામની સીમમાં વાડીમાં ઘોડિયામાં સુતેલા બાળકને શ્વાને ગળે બચકું ભરી લેતા ગંભીર ઈજાને પગલે માસુમનુ મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે આ દરમિયાન બાળકને બચાવવા દોડેલા તેના પિતા સહિત અન્ય બે લોકોને પણ આ શ્વાને બચકાં ભર્યા હતા. જેને લઈ બંનેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં હાલ તેઓની તબિયત સ્થિર છે. પરંતુ માસૂમનાં મૃત્યુથી પરિવાર સહિત આખા (Dog Killed Child In Rajkot) ગામમાં માતમ છવાયો છે. સાથે જ શ્વાનના આતંકથી લોકોમાં ભયનું મોજું ફરી વળ્યું છે.
આ પણ વાંચો :આ તે કેવો શ્વાન, કે જેના સામે સિંહનો પણ પરસેવો છૂટ્યો, જૂઓ વીડિયો
માસુમ નિંદ્રા માણી રહ્યું હતુ - મળતી માહિતી મુજબ રાજકોટ જિલ્લાનાં ઠેબચડાની સીમમાં લક્ષ્મણભાઇની વાડીમાં ખેત મજૂરી કરતા અને ત્યાં જ રહેતા મૂળ મધ્યપ્રદેશના વતની પારસ વસાવા અને તેના પત્ની સહિતના પરિજનો વાડીમાં કામ કરી રહ્યા હતા. તેના નવ માસના પુત્ર સાહિલને ઘોડિયામાં સુવડાવ્યો હતો. ત્યારે માસુમ ભર નિદ્રા માણી રહ્યો હતો. તે સમયે અચાનક એક શ્વાન તેની પાસે ધસી આવ્યું હતું અને શ્વાને માસુમને ગળેથી ઊંચકી (Medicine for Dogs) બચકું ભરી લેતા બાળક જોરજોરથી રડવા લાગ્યું હતું.
આ પણ વાંચો :Terror of Dog: વડોદરામાં રસ્તે રખડતા શ્વાનનો ત્રાસ, નિઝામપુરામાં એક શ્વાને છોકરીને ભર્યા બચકાં
જે બચાવવા જાય તેની સામે શ્વાન- માસૂમનાં અચાનક રડવાનો અવાજ સાંભળી તેના પિતા અને અન્ય એક વૃધ્ધા બાળકને બચાવવા માટે દોડી ગયા હતા. જોકે ઉશ્કેરાયેલા શ્વાને આ બંનેને પણ બચકા ભરી લીધા હતા અને બાદમાં બાળકને ત્યાં જ છોડીને ભાગી છૂટયું હતું. આ સાથે બીજી તરફ શ્વાનના બચકાથી માસુમ સાહિલ લોહી લુહાણ થતા તેને તરત જ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો. જ્યાં ટૂંકી સારવાર બાદ (Death Due to Dogs in Rajkot) તેણે દમ તોડી નાખતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.