- રાજકોટના બે યાર્ડમાં દિવાળીનું મીની વેકેશન જાહેર
- બેડી માર્કેટ યાર્ડ અને જૂના યાર્ડમાં દિવાળી વેકેશન
- 6 દિવસ સુધી યાર્ડ રહશે બંધ
દિવાળી પર્વને લઈને રાજકોટના બે યાર્ડમાં મીની વેકેશન જાહેર કરાયું
રાજકોટઃ દિવાળીના તહેવારના બસ હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. ત્યારે ચાલુ વર્ષે કોરોનાની મહામારીને લઈને મોટાભાગના લોકોએ આર્થિક મંદીનો સામનો કર્યો હતો પરતું હવે દેશની આર્થિક હાલ ધીમેધીમે સુધરી રહી છે. જ્યારે ચાલું વર્ષે વરસાદ સારો થવાના કારણે રાજ્યના ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છવાયો છે. જ્યારે ખેડૂતો પણ મોટી સંખ્યામાં યાર્ડ ખાતે પોતાનો પાક લઈને આવી રહ્યા છે પરંતુ દિવાળીનો તહેવાર નજીક આવતા યાર્ડ દ્વારા સત્તાવાર રીતે દર વર્ષની જેમ મીની વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. રાજકોટના મોરબી રોડ ખાતે આવેલા બેડી માર્કેટિંગ યાર્ડ અને જૂના યાર્ડ બંને યાર્ડમાં દિવાળી દરમિયાન મીની વેકેશન જાહેર કરવામાં આવ્યું છે.
બેડી માર્કેટિંગ યાર્ડ તા-13/11થી 18/11 સુધી રહેશે બંધ
હાલ રાજ્યમાં ટેકાના ભાવે મગફળી સરકાર દ્વારા ખરીદવામાં આવી રહી છે. પરંતુ રાજકોટમાં મગફળીની ખરીદી જુના માર્કેટિંગ યાર્ડ ખાતે થઈ રહી છે. જ્યારે નવા બેડી માર્કેટિંગ યાર્ડ ખાતે ખેડૂતો ખૂલ્લી બજારમાં પોતાની મગફળી વહેંચવા માટે આવતા હતા. જે દિવાળીનું વેકેશન જાહેર થતા હવે બંધ રહેશે. બેડી માર્કેટિંગ યાર્ડ તા- 13/11થી 18/11 સુધી બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. તેમજ ખેડૂતોને તા-12/11ના ગુરૂવાર સવારના 8 વાગ્યાથી 18/11 બુધવાર રાતના 10 વાગ્યા સુધી તમામ જણસીઓની આવક બંધ કરી હોવાથી યાર્ડ ખાતે માલ લઈને ન આવવાની અપીલ કરવામાં આવી છે.
જુના યાર્ડમાં ડુંગળી વિભાગ, શાકભાજી વિભાગ પણ બંધ
દિવાળી તહેવાર દરમિયાન ખેડૂતો હેરાન પણ થાય તે માટે જુના યાર્ડમાં અલગ અલગ વિભાગો બંધ રાખવામાં આવ્યા છે. જેમાં શાકભાજી વિભાગ તા-15/11થી 18/11, ડુંગળી વિભાગ તા-14/11થી 18/11 તેમજ ઘાસચારા વિભાગ તા-14/11થી 17/11 સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જ્યારે આ તારીખ દરમિયાન ખેડૂતોને પોતાનો માલ માર્કેટિંગ યાર્ડ ખાતે ન લાવવાની અપીલ કરવામાં આવી છે.
દિવાળી પર્વને લઈને રાજકોટના બે યાર્ડમાં મીની વેકેશન જાહેર કરાયું - diwali vacation in market yard
દિવાળીના તહેવારના બસ હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. ત્યારે ચાલુ વર્ષે કોરોનાની મહામારીને લઈને મોટાભાગના લોકોએ આર્થિક મંદીનો સામનો કર્યો હતો. પરતું હવે દેશની આર્થિક હાલ ધીમેધીમે સુધરી રહી છે. જ્યારે ચાલું વર્ષે વરસાદ સારો થવાના કારણે રાજ્યના ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છવાયો છે. ખેડૂતો પણ મોટી સંખ્યામાં યાર્ડ ખાતે પોતાનો પાક લઈને આવી રહ્યા છે પરંતુ દિવાળીનો તહેવાર નજીક આવતા યાર્ડ દ્વારા સત્તાવાર રીતે દર વર્ષની જેમ મીની વેકેશન જાહેર કરવામાં આવ્યું છે.
દિવાળી પર્વને લઈને રાજકોટના બે યાર્ડમાં મીની વેકેશન જાહેર કરાયું