- રાજકોટમાં કોરોનાના કેસમાં વધારો
- જિલ્લા કલેક્ટરે બેઠક યોજી
- કોરોના કેસની પરિસ્થિતિને પહોંચી વળવા માટે ખાસ રણનીતિ બનાવવામાં આવી
રાજકોટઃ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં સતત કોરોના પોઝિટિવ કેસ વધી રહ્યા છે. ત્યારે આજે રવિવારે રાજકોટ જિલ્લા કલેકટર રેમ્યા મોહન દ્વારા બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં ધારાસભ્યો તેમજ સાંસદ સભ્યો સહિત રાજકોટ કોર્પોરેશનના અધિકારીઓ તેમજ કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં મુખ્યત્વે જેમ બને એમ વિસ્તારમાં વધુમાં વધુ લોકો કોરોનાની વેક્સિન લે તે મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. તેમજ જિલ્લા કલેકટર દ્વારા પણ તમામ પદાધિકારીઓને અપીલ કરવામાં આવી હતી કે, પોતપોતાના વિસ્તારમાં શક્ય હોય એટલા લોકોને કોરોના વાઈરસની રસી આપવામાં આવે. જેને લઇને કોરોના સંક્રમણ રોકી શકાય.
આ પણ વાંચોઃ રાજકોટમાં કોરોના કહેર: એક સાથે 25 પોઝિટિવ કેસ આવતા તંત્ર દોડતું થયું