ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજકોટમાં ભૂપેન્દ્રસિંહની હાજરીમાં જિલ્લા ભાજપની બેઠક યોજાઇ - bjp

આગામી દિવસોમાં રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવશે, ત્યારે રાજકોટમાં જિલ્લા પંચાયત અને મહાનગરપાલિકાની ચૂંટણી આગામી દિવસોમાં યોજાવાની છે. જેને લઈને ભાજપ-કોંગ્રેસ સહિતના પક્ષોએ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી છે. જે અંતર્ગત આજે શનિવારે રાજકોટ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ભાજપ આગેવાનોની બેઠક યોજાઇ હતી.

ETV BHARAT
રાજકોટમાં ભૂપેન્દ્રસિંહની હાજરીમાં જિલ્લા ભાજપની બેઠક યોજાઇ

By

Published : Dec 19, 2020, 5:20 PM IST

  • સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અગાઉ ભાજપ-કોંગ્રેસે શરૂ કરી તૈયારી
  • ભૂપેન્દ્રસિંહ ચુડાસમા આવ્યા રાજકોટ
  • રાજકોટમાં જિલ્લા ભાજપની બેઠક યોજાઈ
    રાજકોટમાં ભૂપેન્દ્રસિંહની હાજરીમાં જિલ્લા ભાજપની બેઠક યોજાઇ

રાજકોટઃ આગામી દિવસોમાં રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવશે, ત્યારે રાજકોટમાં જિલ્લા પંચાયત અને મહાનગરપાલિકાની ચૂંટણી આગામી દિવસોમાં યોજાવાની છે. જેને લઈને ભાજપ-કોંગ્રેસ સહિતના પક્ષોએ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી છે. જે અંતર્ગત આજે શનિવારે રાજકોટ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ભાજપ આગેવાનોની બેઠક યોજાઇ હતી. જેમાં રાજકોટ જિલ્લા પ્રભારી અને રાજ્યના શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ખાસ હાજર રહ્યા હતા અને કાર્યકર્તાઓ સાથે ચૂંટણી અંગેની ચર્ચાઓ કરી હતી.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવતા તોડજોડની રાજનીતિ શરૂ

જિલ્લા ભાજપ ખાતે આજે શનિવારે ભાજપના દિગગજ નેતાઓની બેઠક પ્રભારી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની ઉપસ્થિતમાં યોજાઈ હતી. જેમાં કોંગી નેતાઓ અને કોર્પોરેટરો ભાજપના સંપર્કમાં હોવાની વાત સામે આવી હતી, જ્યારે રાજકોટ જિલ્લા પંચાયત પર ભાજપ દ્વારા કબ્જો કરવા માટેની રણનીતિ પણ આ બેઠકમાં યોજાઈ હોવાનું જણાઈ આવે છે. આમ ચૂંટણી પહેલા જ ભાજપ અને કોંગ્રેસમા તોડજોડની રાજનીતિ શરૂ કરવામાં આવી છે, જ્યારે બેઠક અગાઉ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ભાજપના નેતાઓ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરતા નજરે પડયા હતા.

રાજકોટમાં ભૂપેન્દ્રસિંહની હાજરીમાં જિલ્લા ભાજપની બેઠક યોજાઇ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની ભાજપે તૈયારીઓ શરૂ કરીઃ ભૂપેન્દ્રસિંહ

રાજકોટ ખાતે આવેલા શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, ભાજપ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. ગત અઠવાડિયે મળેલી ચિંતન શિબિરમાં દરેક જિલ્લાની જવાબદારી સંગઠન અને સરકારમાંથી સોંપવામાં આવી છે. જે અંતર્ગત તેમને રાજકોટ જિલ્લાનો પ્રભારી હોવાના કારણે રાજકોટ જિલ્લા પંચાયત, તમામ તાલુકા પંચાયત અને નગરપાલિકાની જવાબદારી સોંપવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details