- રાજકોટમાં મેયર પદ માટે ભાજપમાંથી પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયાના નામની ચર્ચા
- રાજકોટ મનપાની ચૂંટણી માટે ભાજપ દ્વારા 72 ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા
- જેમાં 12 કોર્પોરેટરોનવા રિપીટ કરવામાં આવ્યા છે.
રાજકોટઃ રાજકોટ મનપાની ચૂંટણી માટે ભાજપ દ્વારા આજે 72 બેઠક માટેના 72 ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે. જેમાં 12 કોર્પોરેટરોનવા રિપીટ કરવામાં આવ્યા છે. જ્યારે 60 જેટલા નવા ઉમેદવારોને ભાજપ દ્વારા ટિકિટ આપવામાં આવી છે. 60 જેટલા નવા ઉમેદવારોને પક્ષ દ્વારા ટિકિટ આપવામાં આવતા જૂના ભાજપના કાર્યકર્તાઓમાં રોષ પણ જોવા મળ્યો છે પરંતુ આ બધાની વચ્ચે રાજકોટમાં ભાજપ દ્વારા મેયર પદ માટેનું નામ પણ નક્કી કરવામાં આવ્યું છે. જેના માટે રાજકોટના પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરિયાના નામની પ્રબળ ચર્ચાઓ હાલ શરૂ છે.
ભાજપ જીતશે તો ભાનુબેન બાબરીયા મેયર!
રાજકોટ મનપાની ભાજપનો ગઠ માનવામા આવે છે. તેમજ જ્યારથી રાજકોટનો મહાનગરપાલિકા ફળવામાં આવી છે, ત્યારથી અત્યાર સુધીમાં માત્ર એક જ વખત કોંગ્રેસનું શાસન રાજકોટ મનપમાં જોવા મળ્યું છે. જ્યારે અત્યાર સુધી ભાજપ દ્વારા જ મનપમાં શાસન કરવામાં આવ્યું છે, ત્યારે ચાલું વર્ષે યોજાયેલી મનપાનીની ચૂંટણીમાં ભાજપ મેયર પદ અનામત હોવાથી ભાજપ દ્વારા પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયાને ટિકિટ ફળવામાં આવી છે. ભાનુબેનને ટિકિટ ફાળવામાં આવતા તેઓ મેયર માટેના ભાજપમાંથી પ્રબળ દાવેદાર માનવામાં આવે છે.
ભાનુબેન બાબરિયા રાજકોટ ગ્રામ્યના પૂર્વ ધારાસભ્ય
ભાનુબેન બાબરીયાની વાત કરવામાં આવે તો તેઓ રાજકોટ ગ્રામ્ય વિસ્તારના પૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા છે. જ્યારે ગત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ દ્વારા ભાનુબેનના સ્થાને લાખા સાગઠિયાને ટિકિટ આપવામાં આવી હતી. તે દરમિયાન ભાનુબેનની ધારાસભ્યની ટિકિટ કપાઇ હતી પરંતુ આજે ભાજપ દ્વારા મનપાની ચૂંટણી માટે વોર્ડ નંબર 1માંથી ભાનુબેન બાબરિયાનું નામ જાહેર કરવામાં આવતા જ એવી ચર્ચાઈ રહ્યું છે કે, આગામી દિવસોમાં તેમને મેયરનું પદ આપવામાં આવશે.