ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજકોટના મોટી પાનેલી ગામમાં ચોરી અટકાવવા CCTV કેમેરા અંગે ચર્ચા - વેપારી મિટિંગ

રાજકોટમાં ઉપલેટા તાલુકાના મોટી પાનેલી ગામમાં છેલ્લા આઠેક મહિનામાં લગભગ બાવીસ જેટલી ચોરીના બનાવ બન્યા છે. દર દોઢ માસ બાદ ચોરી કરી ગાયબ થઈ જાય છે. આઠ મહિનામાં બાવીસ જેટલી ચોરીના બનાવ બન્યા. ખેતરોમાં બહારથી જે મજૂરો આવે છે તે તમામની પૂરતી વિગત પોલીસને આપવી તેવું પોલીસે જણાવ્યું છે. લોકો વધારે સમય માટે બહાર જવાનાં હોય તેમના બંધ મકાનની વિગત એડ્રેસ પોલીસને આપવા જણાવાયું છે.

રાજકોટના મોટી પાનેલી ગામમાં ચોરી અટકાવવા CCTV કેમેરા અંગે ચર્ચા
રાજકોટના મોટી પાનેલી ગામમાં ચોરી અટકાવવા CCTV કેમેરા અંગે ચર્ચા

By

Published : Jan 1, 2021, 11:09 AM IST

  • રાજકોટમાં ઉપલેટા તાલુકાના મોટી પાનેલી ગામમાં ફરી ચોરી થઈ
  • આ ગામમાં છેલ્લા આઠ મહિનાથી ચોરીના 22 બનાવ બન્યા
  • બહાર જતા લોકોએ બંધ મકાનનું એડ્રેસ પોલીસને લખાવવું

રાજકોટઃ પોલીસની દિવસ રાતની શોધખોળ અને ડિજિટલ માધ્યમની તપાસમાં પણ ચોર હાથમાં ન આવતા પાનેલીના વેપારીઓ અને ગ્રામજનોમાં ભારે ભયનો માહોલ છવાયેલો છે. ત્યારે તસ્કરો પહેલા રાત્રિના સમય દરમિયાન બંધ દુકાનોમાં જ હાથ સાફ કરતા હતા, પરંતુ છેલ્લા બનાવમાં બંધ દુકાન સાથે બંધ મકાન અને ખેડૂતના વાહનમાં પણ તસ્કરો ત્રાટક્યા હતા. આને લઈને પાનેલીની સહકારી દૂધ મંડળી ખાતે પોલીસ સાથે ગામના વેપારી અગ્રણી અને ગામ આગેવાનોની એક મિટિંગ બોલાવી હતી.

રાજકોટના મોટી પાનેલી ગામમાં ચોરી અટકાવવા CCTV કેમેરા અંગે ચર્ચા

મોટી પાનેલીમાં પોલીસે આગેવાનો અને ગ્રામજનો સાથે અગત્યના સૂચનો કર્યા

પોલીસ દ્વારા વેપારી તેમ જ આગેવાનોનું સૂચન માગવામાં આવ્યું હતું અને શાંતિપૂર્વક બધા સાથે મળીને પાનેલીમાં બનતી ચોરીના બનાવને અટકાવવા અંગે વાત કરાઈ હતી. ગામમાં સીસીટીવી કેમેરા લગાવવા તેમ જ રાત્રિ દરમિયાન હોમગાર્ડ સાથે જીઆરડીના જવાનોને પણ તહેનાત રાખવા અંગે ચર્ચા થઈ હતી. આ સાથે જ ગામના રોડ ઉપર પડતા દુકાનદારોના કેમેરાને યોગ્ય એન્ગલમાં ગોઠવવા તેમ જ ખેતરોમાં બહારથી જે મજૂરો આવે છે તે તમામની પૂરતી વિગત પોલીસને આપવી અને જે લોકોના મકાન બંધ હોય અથવા જે લોકો વધારે સમય માટે બહાર જવાનાં હોય તેમના બંધ મકાનની વિગત એડ્રેસ પોલીસને આપવી તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ અંગે પોલીસે ખાત્રી આપેલ કે પોલીસ દરેક દિશામાં તપાસ ચલાવી રહી છે તસ્કરોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

ABOUT THE AUTHOR

...view details