ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજકોટમાં મેયર માટે 4 અને સ્ટેન્ડિંગ માટે 3 નામોની ભારે ચર્ચા - સ્ટેન્ડિંગ ચેરમેન

રાજકોટ મહાનગરપાલિકામાં ચૂંટણી યોજાયા બાદ આગામી દિવસોમાં નવા કોર્પોરેટરોની નિમણુંક થશે. તેમાં મેયર માટે 4 અને સ્ટેન્ડિંગ ચેરમેન માટે 3 નામોની ભારે ચર્ચા થઈ રહી છે.

આગામી દિવસોમાં નવા કોર્પોરેટરોની થશે નિમણુંક
આગામી દિવસોમાં નવા કોર્પોરેટરોની થશે નિમણુંક

By

Published : Mar 7, 2021, 10:18 AM IST

  • આગામી દિવસોમાં નવા કોર્પોરેટરોની થશે નિમણુંક
  • રાજકોટમાં મેયર માટે 4 નામની ચર્ચાઓ
  • તેમજ સ્ટેન્ડિંગ ચેરમેન માટે 3 નામોની ચર્ચા

રાજકોટઃરાજકોટ મનપાની ચૂંટણી યોજાયા બાદ ભાજપને સ્પષ્ટ બહુમતી મળી છે. જેમાં 72માંથી 68 બેઠક એટલે 17વોર્ડમાં ભાજપની પેનલ જીતી છે. જ્યારે વોર્ડ નંબર 15માં કોંગ્રેસની પેનલની જીત થઈ છે. રાજકોટમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળતા હવે આગામી દિવસોમાં મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના મહત્વના પદો માટે હવે આગામી દિવસોમાં નવા કોર્પોરેટરોની નિમણુંક કરવામાં આવશે. રાજકોટમાં મેયર પદ માટે ચાર નામોની ભારે ચર્ચા છે.

મેયર પદ માટે આ નામોની ભારે ચર્ચા

રાજકોટમાં મેયર પદ માટે ચાર નામો હાલ ખૂબ જ ચર્ચામાં છે. જેમાં ડો.પ્રદીપ ડવ, ડો.અલ્પેશ મોરજરીયા, હિરેન ખીમાણીયા અને બાબુ ઉધરેજાનો સમાવેશ થાય છે. આ ચારેય નવા ચૂંટાયેલા કોર્પોરેટરો છે. તેમજ પક્ષમાં પણ ભારે પ્રભુત્વ ધરાવે છે. રાજકોટ કોર્પોરેશનના નવા હોદેદારોની નિમણુંક માટે મ્યુનિસિપલ કમિશનરે રાજકોટ શહેરના કુલ 18 વોર્ડના 72 કોર્પોરેટરની પ્રથમ બેઠક 12 માર્ચે પ્રમુખ સ્વામી ઓડિટોરીયમમાં સામાન્ય સભા બોલાવી છે.

આ પણ વાંચો:જામનગર મનપામાં નવા મેયરની વરણી 12 માર્ચે, કોણ છે મેયર પદની રેસમાં?

મનપામાં સ્ટેન્ડિંગ માટે ત્રણ નામોની ચર્ચા

કોર્પોરેશનમાં મેયર, ડેપ્યુટી મેયર બાદ સ્ટેન્ડિંગ ચેરમેનનું પદ પણ એટલું જ મહત્વનું માનવામાં આવતું હોય છે. ત્યારે રાજકોટ મનપામાં સ્ટેન્ડિંગ ચેરમેન માટે પુષ્કર પટેલ, દેવાંગ માંકડ અને નેહલ શુક્લનું નામ ખૂબ જ ચર્ચામાં છે. પુષ્કર પટેલએ અગાઉ પણ મનપામાં સ્ટેન્ડિંગ ચેરમેન રહી ચૂક્યા છે. ત્યારે ફરી તેમના નામની ચર્ચાએ જોર પકડ્યું છે. જ્યારે ડેપ્યુટી મેયર માટે પાટીદાર ચહેરાને આગળ કરાય તેવી શક્યતા સેવાઈ રહી છે.

ABOUT THE AUTHOR

...view details