ગુજરાત

gujarat

ETV Bharat / city

ડિસ્કવર ઈન્ડિયા: રાજકોટમાં છુપાયેલી છે મહાત્મા ગાંધીની સ્મૃતિ - જીવન સંઘર્ષ

દેશના રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્મા ગાંધીજીની રાજકોટમાં પણ ઘણી બધી સ્મૃતિઓ છે. સૌરાષ્ટ્રના પાટનગર એવા રંગીલા રાજકોટમાં ગાંધીએ અંદાજીત 7 વર્ષ સુધી અભ્યાસ કર્યો હતો. આ સમય દરમિયાન કાઠીયાવાડ સ્કૂલ બાદમાં આલ્ફ્રેડ હાઈસ્કૂલના નામથી ઓળખાતી હતી. જાણો ગાંધીજીના શાળાકાળની અજાણી વાતો...

Discover India: Hidden memory of  Mahatma gandhi  in Rajkot
રાજકોટમાં છુપાયેલી છે, મહાત્મા ગાંધીની સ્મૃતિ

By

Published : Mar 8, 2020, 7:33 PM IST

રાજકોટઃ શહેરમાં ગાંધીજીની યાદોને જીવંત રાખવા માટે મહાનગરપાલિકા દ્વારા જે આલ્ફ્રેડ સ્કૂલમાં ગાંધીજીએ અભ્યાસ કર્યો હતો, તે સ્કૂલને મ્યુઝિયમમાં ફેરવવા અંગેનો નિર્ણય લેવામાં આવ્યો હતો. અંદાજીત 1 વર્ષ બાદ અહીં ગાંધી મ્યુઝિયમ બનાવવામાં આવ્યું હતું. આ ગાંધી મ્યુઝિયમ આધુનિક અને વિશ્વકક્ષાનું મ્યુઝિયમ છે. મનપા દ્વારા અંદાજીત રૂ 26 કરોડના ખર્ચે આ મહાત્મા મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે. તેમજ આ મ્યુઝિયમનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે 30 સપ્ટેમ્બર 2018ના દિવસે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

રાજકોટમાં છુપાયેલી છે, મહાત્મા ગાંધીની સ્મૃતિ

આ મ્યુઝિયમની વિશેષતા એ છે કે, અહીં ગાંધીજીના જીવન સંઘર્ષથી માંડી આઝાદી સુધીની સફર, ગાંધીજીના જીવન ચરિત્ર, તેમના વિચારોને લોકો ખૂબ જ સહેલાઈથી સમજી શકે, તે માટેના પ્રયાસો કરવામાં આવ્યા છે. જે પણ મુસાફરો રાજકોટની મુલાકાતે આવે, તે અચૂક ગાંધી મ્યુઝિયમની મુલાકાત લે છે. હાલ આ મહાત્મા મ્યુઝિયમ રાજકોટ મનપા હસ્તક છે. જેની દેશ-વિદેશના ઘણા લોકો મુલાકાત લઈ ચુક્યા છે.

ABOUT THE AUTHOR

...view details