રાજકોટ: આ વર્ષે ગોંડલ, જેતપુર, ધોરાજી, ઉપલેટા સહિતના પંથકમાં ભારે વરસાદ ખાબક્યો છે. જેના કારણે ખેડૂતોને અડદ, મગ, તલી, મગફળી સહિતના પાકો નિષ્ફળ જવાની સાથે વ્યાપક નુકસાની ભોગવવી પડી હતી. એવામાં ખેતરના માર્ગોમાં વહી રહેલા પાણીને કારણે કાદવ કીચડનું સામ્રાજ્ય ફેલાયું છે.
હજુ ઘણા વિસ્તારોમાં ખેડૂતો વરસાદની તારાજીને લઈને ધોવાણ થયેલા ખેતરોનું ખેડૂતો રીપેરીંગ કાર્ય કરી શક્યા નથી. માર્ગો પર વહેતા પાણીને કારણે ખેડૂતો વાડી ખેતરના માર્ગો રીપેરીંગ કરી શકતા નથી. માર્ગો રીપેરીંગ ન થતા ખેડૂતોને વાડી ખેતરે જવું મુશ્કેલ બન્યું છે. તેમજ ખેત ઉત્પાદન માલ ઘરે લાવવામાં પણ સમસ્યા થઈ રહી છે.
રાજકોટ પંથકમાં સતત પડેલા વરસાદને કારણે ખેડૂતો ને ખેતરે જવામાં મુશ્કેલીઓ આ પણ વાંચો : પોરબંદરઃ બરેજથી ઓઝત નદીના 6 KM રસ્તાની બનાવટમાં ઘોર બેદરકારી, 5 ગામના ખેડૂતો મુશ્કેલીમાં
માર્ગો રીપેરીંગ પાછળ ખેડૂતોને મસમોટા ખર્ચાઓ કરવા પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. જેમને કારણે ખેડૂતોના અતિવૃષ્ટિના કારણે નિષ્ફળ ગયેલા પાકની સાથે ધોવાયેલા ખેતરો અને વાડી ખેતરના માર્ગો અંગે આ વર્ષે સરકાર દ્વારા સહાય કરવામાં આવે તેવી માંગ ખેડૂતોમાંથી ઉઠી છે.
આ પણ વાંચો : ડીસાના કંસારી ગામે વરસાદી પાણીથી ખેડૂતોના પાકને નુકસાન, પાણીના નિકાલની ખેડૂતોની માગ
આગામી દિવસોમાં સરકાર દ્વારા ખેડૂતોને ધોવાયેલા વાડી ખેતરના માર્ગો અંગે સહાય કરવામાં આવશે કે નહી એ જોવાનું રહ્યું.