રાજકોટ: હોળીના રંગથી લોકોની રગે રગ રંગાઈ ગઈ છે. સમગ્ર ભારતમાં હોળીનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સોમવાર રાત્રે હોલિકા દહન બાદ આજે ઘૂળેટી એટલે એક બીજાના દ્વેષ મનમટાવ ભુલાવી એક બીજાને રંગવાનો તહેવાર. યુવાનો રસ્તા પર મિત્રો સાથે ધૂળેટી રમતા હતા. લોકો ધૂળેટી ઉજવવા એક સોસાયટીથી બીજી સોસાયટીમાં જાઈ હોળીની ઉજવણી કરતા જોવા મળ્યા હતા.
રાજકોટમાં ધૂળેટીની ઉજવણી, જુઓ રેઈન ડાન્સ
આજે સવારથી જ ઉત્સાહભેર સમગ્ર રાજ્યમાં ધૂળેટીની ઉજવણી થઈ રહી છે. રંગોના તહેવારની ઉજવણી રાજકોટના ધોરાજીમાં સવારથી જ સોસાયટીઓમાં બાળકોથી લઈ વૃદ્ધો દ્વારા અબીલ ગુલાલ સાથે ધૂળેટી રમતા જોવા મળી રહ્યા છે.
લોકો રંગબેરંગી કલરોથી તો કોઇ સોસાયટીમાં પાકા કલરથી ધૂળેટીનો આનંદ માણતા જોવા મળ્યાં હતાં. ધૂળેટીની ઉજવણીના ભાગરૂપે અમુક સોસાયટીઓમાં ડી.જે. સાથે રેઈન ડાન્સનું પણ આયોજન કરવામાં આવ્યું છે. લોકો કોરોના વાયરસની પરવાહ કર્યા વગર રંગોત્સવના રંગમાં રંગાઈ ગયાં છે.
હોળીનો બીજો દિવસ એટલે ઘૂળેટીનો તહેવાર. હોળીનું નામ સાંભળતા જ લોકોની આંખ સામે અબીલ-ગુલાલ તરી આવે છે. મોજ-મસ્તીના તહેવાર હોળી અંગે સનાતન પરંપરામાં ઘણી માન્યતાઓ રહેલી છે. હોળીનો ઉલ્લેખ વૈદિક પુરાણમાં પણ જોવા મળે છે.