ગુજરાત

gujarat

ETV Bharat / city

ધોરાજી સજ્જડ બંધ:  વેપાર ઉદ્યોગ મહામંડળ દ્વારા શનિવાર અને રવિવારે બજાર સ્વયંભૂ બંધ

રાજકોટ જિલ્લાનાં ધોરાજી વેપાર ઉદ્યોગ મહામંડળ દ્વારા કોરોના મહામારીના સંદર્ભમાં લેવામાં આવી બેઠકમાં સર્વાનુમતે ધોરાજીમાં આવતીકાલે એટલે કે શનિવારે તેમજ રવિવારે સંપૂર્ણ પણે બંધ પાળશે. આ નિર્ણય ધોરાજી વેપાર ઉદ્યોગ મહામંડળ સર્વાનુમતે પાસ કરવામાં આવ્યો હતો.

By

Published : Apr 10, 2021, 7:46 AM IST

Rajkot Samachar
Rajkot Samachar

  • ધોરાજીમાં કોરોના સંક્રમણ વધતા લેવાયો બંધનો નિર્ણય
  • તમામ રોજગાર ધંધા રહેશે બે દિવસ માટે બંધ
  • 30 જેટલા વિવિધ સંગઠનોના હોદ્દેદારો રહ્યા ઉપસ્થિત

રાજકોટ: જિલ્લાના ધોરાજીમાં કોરોનાનું સંક્રમણ મોટા પ્રમાણમાં વધી રહ્યું છે, ત્યારે તેને અંકુશમાં લાવવા માટે તાત્કાલિક અસરથી ધોરાજીના તમામ ધંધા- રોજગાર બે દિવસ માટે સ્વયંભૂ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ બાબતે ધોરાજીના 30 જેટલા વિવિધ એસોસિયેશનના પ્રમુખ તેમજ હોદ્દેદારો બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.

ધોરાજી શનિવાર અને રવિવાર એમ બે દિવસ રહેશે સજ્જડ બંધ

આ પણા વાંચો :લોકડાઉન ખૂબ જરૂરી છે: IMA ગુજરાતના પૂર્વ પ્રમુખ

ધોરાજી વેપાર ઉદ્યોગ મહામંડળ દ્વારા વિનંતી કરાઈ

આ પણા વાંચો :સુરતમાં તમામ સ્મશાનગૃહમાં 24 કલાક મૃતદેહોની અંતિમ ક્રિયા શરૂ

આ અંગે ધોરાજીના ડેપ્યુટી કલેક્ટર અને પોલીસને જાણ કરવામાં આવી હતી અને તમામ વેપારીઓ, લારી- ગલ્લા વાળાઓ પણ કોરોના મહામારીને સમયને ધ્યાનમાં રાખી બે દિવસ સંપૂર્ણપણે ધંધા રોજગાર બંધ રાખે તે બાબતે ધોરાજી વેપાર ઉદ્યોગ મહામંડળ દ્વારા વિનંતી કરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details