ગુજરાત

gujarat

ETV Bharat / city

તૌકતે વાવાઝોડાના કારણે ધોરાજી ST બસ ડેપોના બંધ કરાયેલા રૂટ થયા ફરી શરૂ - તૌકતે સાઈક્લોન

તૌકતે વાવાઝોડાંના કારણે ધોરાજી ST બસ વિભાગ દ્વારા બંધ કરવામાં આવેલા ST બસના રૂટ ફરીથી કોરોના વાઈરસ અંગેની ગાઈડલાઈન સાથે શરૂ કરવામાં આવ્યા છે.

કુલ 43 રૂટમાંથી 11 રૂટ કરવામાં આવ્યા શરૂ
કુલ 43 રૂટમાંથી 11 રૂટ કરવામાં આવ્યા શરૂ

By

Published : May 22, 2021, 9:24 AM IST

  • "તૌકતે" વાવાઝોડાંના કારણે બંધ કરવામાં આવ્યા હતા તમામ રૂટ
  • કુલ 43 રૂટમાંથી 11 રૂટ કરવામાં આવ્યા શરૂ
  • કોરોના ગાઈડલાઈન સાથે કર્મચારીઓ બજાવી રહ્યાં છે પોતાની ફરજ

રાજકોટ: કોરોના મહામારીએ આખા દેશમાં તેનો કાળો કહેર વર્તાવ્યો છે. ત્યારે કોરોના કહેરમાંથી રાજકોટ જિલ્લાનું ધોરાજી પણ બાકાત રહ્યું નથી. કોરોના મહામારી વચ્ચે કુદરતો કહેર એટલે કે "તૌકતે" વવાઝોડાનું સંકટ ગુજરાત ઉપર આફત બનીને આવ્યું હતું. જેની અગાઉથી જ હવામાન વિભાગ દ્વારા સૂચના આપવામાં આવી હતી. જેને લઈને વિવિધ સરકારી તંત્ર દ્વારા સાવચેતી દાખવવામાં આવી હતી. ધોરાજીના સ્ટેટ ટ્રાન્સપોર્ટ એટલે કે ST વિભાગ દ્વારા પણ સાવચેતી અને તકેદારીના ભાગરૂપે ધોરાજી ST ડેપોના તમામ રૂટ બંધ કરી દેવામાં આવ્યાં હતા.

"તૌકતે" વાવાઝોડાંના કારણે બંધ કરવામાં આવ્યા હતા તમામ રૂટ

આ પણ વાંચો: બારડોલી STને કોરોનાનું ગ્રહણ, પ્રવાસી નહીં મળતા 25 શેડ્યૂલ રદ્દ કરાયા

એક જ કર્મચારી કોરોના સંક્રમિત

ધોરાજી ST વિભાગના ફરજ પરના અધિકારી અરવિંદસિંહ જાડેજા દ્વારા ETV BHARATને જણાવવામાં આવ્યું હતું કે "તૌકતે" વાવાઝોડાના કારણે ધોરાજી ST વિભાગના તમામ 43 રૂટ બંધ કરવામાં આવ્યા હતા. જો કે આ વાવાઝોડા દરમિયાન ધોરાજી ST ડેપોને કોઈ નુકસાની પહોંચી નથી અને હાલ એક જ કર્મચારી કોરોના સંક્રમિત હોવાનું જણાવ્યું હતું.

આ પણ વાંચો: કોરોનાની અસર: ST બસ સ્ટેન્ડ પર પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો

કોરોનાને કારણે ધોરાજી ST ડેપોના તમામ રૂટ ચાલુ કરવામાં આવ્યા નથી

કોરોના મહામારી અને પ્રવાસીઓની ઓછી આવકને કારણે ધોરાજી ST ડેપોના કુલ 43માંથી ફક્ત 11 રૂટ પર જ ST બસ પોતાની સેવાઓ જાહેર જનતાને આપી રહી છે. આ ઉપરાંત ધોરાજી ST ડેપોના કર્મચારીઓ પણ રોટેશન મુજબ અને કોરોના ગાઈડલાઈનના પાલન સાથે પોતાની ફરજ બજાવી રહ્યાં છે.

ABOUT THE AUTHOR

...view details