રાજકોટ : ધોરાજીમાં સર્કલ પોલીસ ઇન્સ્પેકટરની કચેરીનું કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની વર્ચુઅલ હાજરીથી (Inspector Office Inauguration in Dhoraji) લોકાર્પણ કર્યું હતું. જેમાં કાર્યક્રમ પહેલા મનોરંજનનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ, આ કાર્યક્રમ યોજાઈ તે પહેલા મોટો વિવાદ સામે આવ્યો હતો. જેમાં સરકારી કચેરીના લોકાર્પણ કાર્યક્રમના આમંત્રણ પત્રિકામાં સ્થાનિક ધોરાજી-ઉપલેટા વિધાનસભાના ધારાસભ્ય લલિત વસોયાનું નામ નહિ આવતા ધારાસભ્ય દ્વારા કાર્યક્રમનો બહિષ્કાર ચીમકી ઉચ્ચારી હતી. પ્રોટોકોલ મુજબ સ્થાનિક ધારાસભ્યનું નામ નહીં આવતા તેમને સમગ્ર બાબતે ગુજરાતના મુખ્યપ્રધાન અને પ્રોટોકોલ અધિકારીને ફરિયાદ કરી હોવાનું ધારાસભ્ય લલિત વસોયાએ જણાવ્યું છે. નવી પત્રિકા છપાવીને સુધારો નહિ કરવામાં આવે તો આ કાર્યક્રમના બહિષ્કારની પણ ચીમકી ઉચ્ચારી હતી.
વિવાદિત લોકાર્પણ -રાજકોટ જિલ્લાના ધોરાજીમાં 1,24,65,510.16 ના ખર્ચે બનાવેલા નવા ભવનનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં માત્ર ભાજપના જ આગેવાનોની હાજરી જોવા મળી હતી, ત્યારે ધોરાજી ખાતે ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ દ્વારા નવ નિર્મિત સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટરની કચેરીનું લોકાર્પણમાં (Dhoraji Amit Shah Virtual Presence) માત્ર ભાજપના આગેવાનોને સન્માન કાર્યક્રમ હોય તેવું લોક મુખે ચર્ચા થતા વિવાદિત લોકાર્પણ ચર્ચિત થતું માલુમ પડી રહ્યું છે. ધોરાજી-ઉપલેટાના ધારાસભ્ય લલિત વસોયા અને ધોરાજી નગરપાલિકા પ્રમુખ અને સહિતના ધોરાજીના કોંગ્રેસ આગેવાનો અને નેતાઓ સહિતનાઓની સૂચક ગેરહાજરી જોવા મળી હતી.
આ પણ વાંચો :ગૃહપ્રધાન અમિત શાહે પત્ની સાથે દ્વારકાધીશ મંદિરે શીશ નમાવ્યું, ચરણપાદુકાની કરી પૂજાવિધિ