ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજકોટ આગ્નિકાંડને બાદ ફરી એકવાર ધમણ વેન્ટિલેટર આવ્યું શંકાના દાયરામાં - dhaman ventilator

રાજકોટના આનંદ બંગલા ચોક વિસ્તારમાં આવેલી ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં આગ લાગવાની ઘટનામાં 5 નિર્દોષ કોરોના દર્દીઓના ભોગ લેવાયા છે. આગ કયા કારણોસર લાગી એ અંગે હજુ તપાસ ચાલી રહી છે પરંતુ આ હોસ્પિટલના સંચાલક દ્વારા ICU વૉર્ડમાં લગાવેલું ધમણ વેન્ટીલેટર શોર્ટ સર્કિટનું કારણ બન્યું હોય તેવું જણાવાતા ફરી એકવાર ધમણ વેન્ટિલેટર આવ્યું શંકાના દાયરામાં આવ્યું છે.

રાજકોટ આગકાંડને લીધે ફરી એકવાર ધમણ વેન્ટિલેટર આવ્યું શંકાના દાયરામાં
રાજકોટ આગકાંડને લીધે ફરી એકવાર ધમણ વેન્ટિલેટર આવ્યું શંકાના દાયરામાં

By

Published : Nov 28, 2020, 8:10 PM IST

  • ગુજરાતની કોવિડ હોસ્પિટલોના આગકાંડ પાછળ શું છે ધમણ વેન્ટિલેટરની ભૂમિકા?
  • ફરી ધમણ વેન્ટિલેટર આવ્યું શંકાના દાયરામાં!
  • FSL તપાસ પછી જ મામલો સ્પષ્ટ થશે


રાજકોટઃ રાજકોટના આનંદ બંગલા ચોક નજીક ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં આગ લાગવાની ઘટનામાં 5 નિર્દોષ કોરોના દર્દીઓના ભોગ લેવાયા છે. ત્યારે આ ઘટનાની ચારેબાજુથી ટીકા થઈ રહી છે. જો કે આગ લાગવાનું હજુ ચોક્કસ કારણ બહાર આવ્યું નથી પરંતુ તેની પાછળ ઘમણ વેન્ટિલેટર જવાબદાર હોવાની ચર્ચાએ ખુબ જ જોર પકડ્યું છે. ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલના સંચાલકે પણ ધમણ વેન્ટિલેટરના લીધે આગ લાગી હોવાની આશંકા જતાવી છે ત્યારે આગામી દિવસોમાં FSL રિપોર્ટ આવ્યા બાદ જ સાચું કારણ સામે આવશે.

રાજકોટ આગકાંડને લીધે ફરી એકવાર ધમણ વેન્ટિલેટર આવ્યું શંકાના દાયરામાં
ફરી ધમણ વેન્ટિલેટર પર ઉઠ્યા સવાલો!કોવિડ હોસ્પિટલના ICU વોર્ડમાં આગ લાગી ત્યાં ધમણ સહિત 3થી 4 અન્ય કંપનીના વેન્ટિલેટર હતા પરંતુ ધમણ અને એલ એન્ડ ટી વેન્ટિલેટર વચ્ચે સ્પાર્ક થતા આગ લાગી હોવાની ચર્ચા છે. ત્યારબાદ આ આગે વિશાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જેને લઈને આગ લાગવાની ઘટનામાં સ્વદેશી અને રાજકોટમાં જ તૈયાર થયેલું વેન્ટિલેટર ધમણ ફરી એક વખત ચર્ચામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ કોવિડ હોસ્પિટલમાં આગ લાગવાની ઘટનામાં ધમણ વેન્ટીલેટર પર પણ ઘણા સવાલો ઉભા થયા હતા.સમગ્ર મામલે દર્દીઓની પણ પૂછપરછ કરશે પોલીસઇટીવી ભારતે પોલીસ સૂત્રો પાસેથી વધુ વિગતો જાણવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં સામે આવ્યું છે કે હાલ તો આ મામલે પ્રાથમિક તપાસમાં અકસ્માતે ગુનો નોંધીને તપાસ શરૂ કરવામાં આવી છે. આગામી દિવસોમાં FSL, ફાયરવિભાગ અને PGVCL સહિતની અલગ અલગ સમિતિના રિપોર્ટ, તેમજ હોસ્પિટલમાં તે સમયે દાખલ દર્દીઓની પૂછપરછ બાદ 5 દર્દીના કેવી રીતે મોત થયા છે તે સામે આવશે જો હોસ્પિટલોની બેદરકારી હોય તો તેની સામે પગલા લેવાશે.

ABOUT THE AUTHOR

...view details