રાજકોટઃ સૌરાષ્ટ્રના પ્રવાસીઓ માટે સારા સમાચાર (Good news for Saurashtra tourists) આવ્યા છે. કારણ કે, હવે રાજકોટ એરપોર્ટ પર નવા 4 પાર્કિંગ બનાવવામાં (New parking at Rajkot Airport) આવશે. આ માટે DGCAએ મંજૂરી આપતા માર્ગ (DGCA apporves parking at Rajkot Airport) મોકળો બન્યો છે. એટલે હવે અહીં નવી ફ્લાઈટ્સ પણ ઉડાન ભરી શકશે.
હવે આ એરપોર્ટ પર જોવા મળશે વિમાનોનો જમાવડો આ પણ વાંચો-Bhuj to Ahmedabad Flight : ભુજથી અમદાવાદ, બેલગાવ જવા માટે હવે લોકોનો બચશે સમય
નવી ફ્લાઈટ ભરશે ઉડાન - અત્યારે રાજકોટ એરપોર્ટ પરથી દરરોજ દિલ્હી-મુંબઈની 4-4 અને ગોવા તથા બેંગ્લોરની 1-1 ફ્લાઈટ ઉડાન ભરી રહી છે. જોકે, રાજકોટ એરપોર્ટ પર એક સમયે એક મોટું અને એક નાનું વિમાન જ પાર્ક થઈ શકે તેટલું જ પાર્કિંગ હોવાથી નવી ફ્લાઈટ શરૂ (New parking at Rajkot Airport) થઈ શકતી નહતી. જોકે, હવે 4 નવા પાર્કિંગ મંજૂર થતા કોલકાતા, બનારસ, જયપુરની ફ્લાઈટ શરૂ થઈ શકશે.
આ પણ વાંચો-દિવ્યાંગ પ્રવાસીઓ માટે રાજ્યના આ એરપોર્ટ સ્પેશ્યિલ સુવિધા,આ રીતે મળશે લાભ
પાર્કિગના કારણે ફ્લાઈટની મંજૂરીમાં થઈ રહ્યો હતો વિલંબ - રાજકોટ એરપોર્ટ પર હાલ એક સમયે એક મોટું 180 સીટર અને 1 નાનું બોઈંગ પાર્ક થઇ શકે છે. જો આ સમયે અન્ય કોઈ ફ્લાઈટ આવે તો તેને હવામાં રહેવું પડે છે. આના કારણે મોંઘુ ઈંધણનો ઉપયોગ થઈ રહ્યો છે. તેમ જ સ્પાઈસ જેટ દ્વારા રાજકોટથી જયપુર, કોલકાતા અને બનારસ જવા માટે મંજૂરી મંગાઈ હતી. જયારે ઈન્ડીગો દ્વારા જયપુરની ફ્લાઈટ શરૂ કરવા મંજૂરી માગવામાં આવી હતી, પરંતુ વિમાનોના પાર્કિંગના અભાવે નવી ચાર ફ્લાઈટની મંજૂરીમાં (New parking at Rajkot Airport) વિલંબ થઇ રહ્યો હતો. પરંતુ હવેથી એરપોર્ટ પર 4 નવા એપ્રેન અર્થાત્ પાર્કિંગને મંજૂરી મળતા આ મુશ્કેલી દૂર થઈ છે.
સરળતાથી વિમાન થઈ શકશે પાર્ક -ઉલ્લેખનીય છે કે, રાજકોટ એરપોર્ટ પર એક સમયે એક મોટું અને એક નાનું વિમાન પાર્ક થઇ શકે છે. જેથી એક સાથે મોટા 4 બોઇંગ પાર્ક થઇ શકે તે માટે રાજકોટ એરપોર્ટ પર પાર્કિંગ તૈયાર (New parking at Rajkot Airport) કરી દેવામાં આવ્યું છે. 15 દિવસ પહેલા દિલ્હી DGCA (ડાયરેક્ટર જનરલ ઓફ સિવીલ એવીએશન)ની મંજૂરી (DGCA apporves parking at Rajkot Airport) માગવામાં આવી હતી, જે મંજૂરી મળી જતા રાજકોટ સહિત સૌરાષ્ટ્રના પ્રવાસીઓને મોટી રાહત મળશે, જેમાં 15 જૂનથી નવી ફ્લાઈટ ઉડાન ભરશે.