રાજકોટ: બસ હવે નવા વર્ષને ગણતરીના જ દિવસો બાકી છે. ત્યારે આવનારા વર્ષ 2022માં (Development project of Rajkot 2022) રંગીલા રાજકોટવાસીઓને શું મળશે તે અંગે Etv Bharat દ્વારા મહાનગરપાલિકાના કમિશ્નર (commissioner of rajkot municipal corporation) સાથે વાતચીત કરવામાં આવી હતી, જેમાં તેમણે જણાવ્યું હતું કે આવતા વર્ષે રાજકોટની સૌથી મોટી ટ્રાફિકની સમસ્યા (rajkot traffic problems) છે તે હળવી થશે. હાલમાંરાજકોટમાં 5 સ્થળોએ ઓવર અને અન્ડર બ્રિજ (over bridge and under bridge in rajkot) બનાવવાનું શરૂ છે. આ તમામ કામ વર્ષ 2022માં પૂર્ણ કરવા માટે કોર્પોરેશન દ્વારા કમર કસવામાં આવી છે. અન્ય મહત્વના પ્રોજેકટ પણ પુરા થશે, જેનો લાભ રાજકોટવાસીઓને મળશે.
5 બ્રિજોનું કામ 2022માં પૂર્ણ થશે
રાજકોટ શહેરમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા અને લોકો સમયસર પોતાના નિયત સ્થાન પર પહોંચે તે માટે મનપા દ્વારા વિવિધ 5 સ્થળોએ ઓવરબ્રિજ (over bridge in rajkot) બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ કામો વર્ષ 2022માં લગભગ પૂર્ણ થઈ જશે. હાલમાં રાજકોટના ગોંડલ ચોકડી (rajkot gondal chokdi bridge), હોસ્પિટલ ચોક (rajkot hospital chowk bridge), નાના માવા સર્કલ (rajkot nana mava bridge), કાલાવડ રોડ (rajkot kalawad road bridge), રૈયા રોડ (rajkot raiya road bridge) સહિતના 5 જેટલા વિસ્તારમાં ઓવરબ્રિજ બનાવવાની કામગીરી શરૂ છે. આ કામ બને તેટલા વહેલા પૂર્ણ થાય તે માટે કોર્પોરેશન કાર્યવાહી કરવામાં આવી રહી છે.